નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (LokSabha Elections) સાતમા એટલે કે છેલ્લા તબક્કામાં આજે સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો પર મતદાન (Voting) થઈ રહ્યું છે. જે સવારે 7 થી શરુ થયુ હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. લોકસભા ચૂંટણીના આ તબક્કા સાથે 19 એપ્રિલથી શરૂ થયેલી ચૂંટણીના તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ થશે.
આ તબક્કામાં બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થઇ રહ્યું છે. જેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાતમા તબક્કાની ચૂંટણીમાં કુલ 904 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમજ આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરકે સિંહ, અનુરાગ ઠાકુર, અનુપ્રિયા પટેલ, મહેન્દ્ર નાથ પાંડે અને પંકજ ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ સહિત કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ જેવા અભિનેતાઓ પણ ચૂંટણીના મેદાનમાં છે. આ સિવાય આ તબક્કામાં મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
અંતિમ તબક્કાનું બપોરે 3 વાગ્યા સુધી દેશમાં 50 ટકા મતદાન
- યુપી 46.83%
- ઓડિશા 49.77%
- ચંદીગઢ 52.61%
- ઝારખંડ 60.14%
- પંજાબ 46.38%
- પશ્ચિમ બંગાળ 58.46%
- બિહાર 42.95%
- હિમાચલ પ્રદેશ 58.41%
બપોરે 1 વાગ્યા સુધી દેશમાં 40.09 ટકા મતદાન
- યુપી 39.31%
- ઓડિશા 37.64%
- ચંદીગઢ 40.14%
- ઝારખંડ 46.80%
- પંજાબ 37.80%
- પશ્ચિમ બંગાળ 45.07%
- બિહાર 35.65%
- હિમાચલ પ્રદેશ 48.63%
અંતિમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 26.30 ટકા મતદાન
- યુપી 28.02%
- ઓડિશા 22.64%
- ચંદીગઢ 25.03%
- ઝારખંડ 29.55%
- પંજાબ 23.91%
- પશ્ચિમ બંગાળ 28.10%
- બિહાર 24.25%
- હિમાચલ પ્રદેશ 31.92%
સાતમા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 11.31 ટકા મતદાન થયું
- યુપી 12.94 %
- ઓડિશા 7.69 %
- ચંદીગઢ 11.64 %
- ઝારખંડ 12.15 %
- પંજાબ 9.64 %
- પશ્ચિમ બંગાળ 12.63 %
- બિહાર 10.58 %
- હિમાચલ પ્રદેશ 14.35%
પીએમ મોદીએ વોટ કરવાની અપીલ કરી હતી
અંતિમ તબક્કાના મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશના વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આજે 2024ની લોકસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો છે. મને આશા છે કે યુવા અને મહિલા મતદારો રેકોર્ડ બ્રેક સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચાલો આપણે સાથે મળીને આપણી લોકશાહીને વધુ ગતિશીલ અને સહભાગી બનાવીએ.
આ દિગ્ગજોએ આપ્યો પોતાનો મત
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા, સીએમ યોગી, જેપી નડ્ડા, બીજેપી ઉમેદવાર તરનજીત સિંહ સંધુ, રવિકિશન, અનુપ્રિયા પટેલ, SBSP પ્રમુખ અને યુપીના મંત્રી ઓમ પ્રકાશ રાજભર, પંજાબના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને AAP નેતા હરભજન સિંહ, BJP નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તી, બિહાર RJDના વડા લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી, સારણ લોકસભા મતવિસ્તારમાંથી આરજેડીના ઉમેદવાર રોહિણી આચાર્ય, દક્ષિણ કોલકાતા લોકસભા મતવિસ્તારમાંથી સીપીઆઈ(એમ)ના ઉમેદવાર સાયરા શાહ હલીમ, ગોરખપુર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રવિ કિશન, પટિયાલા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સભા ક્ષેત્રના ઉમેદવાર ધરમવીર ગાંધી સહિના ઘણા દિગ્ગજોએ વહેલી સવારે પોતાનો મત નોંધાવ્યો હતો.