Charotar

5 ઇંચ વરસાદમાં નડિયાદ છલકાઈ ગયું……..

5 ઈંચમાં નડિયાદનો નજારો જોવો છે???? આ રહી છલોછલ થયેલા શહેરની તસ્વીરો…


(પ્રતિનિધિ) નડિયાદ, તા.29
નડિયાદ શહેરમાં ગત મોડી રાતે 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાત્રે 2 વાગે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર 6 વાગ્યા સુધી ચાલ્યો હતો અને આ 4 કલાકમાં 5 ઈંચ વરસાદન પગલે નડિયાદ શહેર જળબંબાકાર થઈ ગયુ છે. શહેરમાં નગરપાલિકા દ્વારા કરાયેલી પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના હાર્દ સમા મુખ્ય ચાર ગરનાળા પૈકી વૈશાલી ગરનાળુ, માઈ માતાનું ગરનાળુ, શ્રેયસ ગરનાળુ અને ખોડીયાર ગરનાળુ છલોછલ થઈ ગયુ છે અને તે ગરનાળા છલકાઈ અને રોડ પર પાણી આવી ગયા છે.


નડિયાદ શહેરમાં વરસેલા વરસાદના કારણે શૈશવ હોસ્પિટલનો ખાંચો, મહાગુજરાત હોસ્પિટલ પાસે, વીકેવી રોડ, સંતરામ મંદિર પાછળ, વાણિયાવડ, પીજ રોડ, સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ વરસેલા ભારે વરસાદના કારણે માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી અન્ડરબ્રીજમા પાણી ભરાયા હતા. જેથી શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. નડિયાદ વાસીઓને પૂર્વથી પશ્ચિમ તરફ આવવાજવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ સાથે સાથે આજે સોમવારે ખુલતો દિવસના પગલે નોકરીયાત અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. મોટાભાગના વાલીઓએ સંતાનોને સ્કૂલે પણ મોકલ્યા નહોતા.

Most Popular

To Top