Vadodara

48 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ થતાં તેમના અંગો ડોનેટ કરવામાં આવ્યા

વડોદરાના ના પૂર્વ વિસ્તારમાં આવેલા પૂનમ કોમ્પલેક્ષ નજીક રહેતા દર્શનાબેન બ્રેન ડેડ થતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો


*લિવર, કિડની તથા કોર્નિયા ડેનેટ કરવામાં આવ્યાં, જેમાં લિવર અને કિડની અમદાવાદ અને સુરતમાં નવજીવન આપશે તથા કોર્નિયા વડોદરાના જરુરિયાતમંદ દર્દીના જીવનમાં નવી રોશની આપશે*




શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત પૂનમ કોમ્પલેક્ષ સામે આવેલા ચિમનલાલ પાર્કમાં મ.નં.130મા રહેતા ચિરાગકુમાર ઇન્દ્રવદન શાહના 48 વર્ષીય ધર્મપત્ની દર્શનાબેનને બ્રેઇન હેમરાજ થયું હતું. દોઢ દિવસ પહેલાં શહેરના આયુર્વેદિક ત્રણ રસ્તા નજીકના શ્રીજી મલ્ટિસ્પેસ્યાલિટી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતાં તેમના પતિ સહિત પરિવારના સભ્યોમાં માતમ છવાઇ ગયો હતો. પરંતુ પરિવારના સભ્યોએ શ્રીજી મલ્ટિસ્પેસ્યાલિટી હોસ્પિટલનાં એમ.ડી. ડો.મિતેષ સુતરિયાના માર્ગદર્શન હેઠળ દર્શનાબેનના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.

શ્રીજી હોસ્પિટલના તબીબને જણાવતાં તેમણે પણ પરિવારના સભ્યોએ લીધેલા નિર્ણયને આવકાર્યો હતો અને તેઓએ જરુરી સમગ્ર કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી. સાથે જ સામે જે જરુરિયાતમંદ દર્દીઓ હતા તેઓની માહિતી સહિતની વિગતો સાથે સરકારના આરોગ્ય વિભાગ સાથે કોઓર્ડિનેટ કરી પ્રક્રિયા હાથ ધરી હતી.આ પ્રક્રિયા માટે કિરણ હોસ્પિટલ,સુરત ના દસ તથા ઝાયડસ હોસ્પિટલ,અમદાવાદ ના દસ નિષ્ણાત તબીબોની ટીમ સાંજે વડોદરા આવી પહોંચી હતી.

જ્યારે બ્રેઇન ડેડ મહિલાને ઓર્ગન ડોનેશન માટેની ઓપરેશન પ્રક્રિયા માટે ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા ત્યારે મહિલાના પતિ, નવમા ધોરણમાં અભ્યાસ કરતો એકનો એક દીકરો સહિત પરિવારના સભ્યોની આંખોમાં અશ્રુધારા વહી રહી હતી. એક તબક્કે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર સૌના હ્રદય પિગળી જાય તેવું વાતાવરણ હતું. પરંતુ તેમ છતાં બ્રેઇન ડેડ મહિલાને લઇ જવાના માર્ગમાં ફૂલો પાથરવામાં આવ્યા હતા અને રાષ્ટ્ર ગાન સાથે સલામી આપી હતી.ત્યારબાદ સુરત, અમદાવાદ તથા શ્રીજી મલ્ટિસ્પેસ્યાલિટી હોસ્પિટલ ના તબીબોની ટીમે ગતરોજ અંદાજે અઢી કલાકની પ્રકિયા બાદ સુરક્ષિત રીતે ઓર્ગન ગ્રીન કોરિડોર કરી અમદાવાદ તથા સુરત માટે રવાના થયા હતા.
રાત્રે પોણા એક કલાકે ગ્રીન કોરિડોર દ્વારા અંગોને રવાના કરાયા ત્યારે શ્રીજી મલ્ટિસ્પેસ્યાલિટી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ, તથા બ્રેઇન ડેડ મહિલાના પરિવાર દ્વારા તેઓને ફૂલોથી વધાવી લીધા હતા.

બ્રેઇન ડેડ મહિલાના પતિ ચિરાગ કુમાર શાહે ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, તેઓના ધર્મપત્નીનો જન્મદિવસ 01-12-1976હતો અને હવે 01-12-2024 તેમની વિદાયનો શોક હશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ તેમના પત્નીએ નવરાશની પળોમાં બેઠાં હતાં ત્યારે પોતે જ્યારે આ દુનિયામાં ન રહે ત્યારે પોતાના અંગોને દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે એમની ઇચ્છા ને હિંમત સાથે પૂરી કરી છે આ બાબતે અસહ્ય દુઃખ ની સાથે તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top