કાશી વિશ્વનાથ સોસાયટીના રોડ અને એસઆરપી સીમાનો વિવાદ વકર્યો
ગણેશ ઉત્સવમાં રાજસ્થંભ સોસાયટીમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આરતી માટે મહેમાન હતા, તેમને જ આવેદનપત્ર આપવામાં આવ્યું
વડોદરા: ગાયકવાડની નગરી વડોદરા શહેરની વચ્ચે લાલબાગ બ્રીજ નજીક કાશિવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે એસઆરપી વિસ્તારની આસપાસ રહેણાંક સોસાયટીઓ છે, જેની અવર જવર માટે બે માર્ગ છે. તેમાંથી એસઆરપી તરફનો માર્ગ કોઈ અગમ્ય કારણોસર પતરાંની આડશ મારીને બે માસથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લાંબુ અંતર કાપીને મુખ્ય માર્ગ ઉપર આવવું પડે છે તે બાબતે સ્થાનિક તંત્રને અનેક વાર જણાવવા છતાં કોઈ સંતોષ કારક પરિણામ ના આવ્યું. ત્રાહીમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોએ આખરે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે.
તેમાં જણાવ્યા મુજબ ધાર્મીક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અનેક મહાનુભાવો અવાર-નવાર રાજસ્થંભ માં આવે છે, ચોમાસામાં અહીં ઘરમાં પાણી આવી જાય અને વર્ષ દરમ્યાન શુધ્ધ પાણી માટે પણ વલખા મારવા પડે છે. આ સમસ્યાઑ વચ્ચે હવે એક નવી સમસ્યાનો જન્મ થયો છે. તે રાજસ્થંભ સોસાયટીના લોકો માટે એસ.આર.પી રોડ ઉપર પ્રવેશ પ્રતિબંધ કેમ લગાવી દેવાયો છે?
સોસાયટીમાં બે માર્ગથી પ્રવેશ કરી શકાય છે. કાશીવિશ્વનાથ મંદિર એસ.આર.પી ગૃપ રોડથી અને બીજો માર્ગ ૨ કીમી દૂર પોલોગ્રાઉન્ડ પાસેથી છે. બે માસ પહેલા એસ.આર.પી. ગ્રુપના મુખ્ય અધિકારીએ રાજસ્થંભ સોસાયટીનો એસ.આર.પી. ગૃપના ભાગે હવે પ્રવેશ પ્રતિબંધ ઉભો કર્યો છે.સોસાયટી ના બે ગેટ ઉપર એટલી ખરાબ રીતે પ્રવેશ બંધ કર્યો છે કે ચાલતો માણસ કે કૂતરો પશુ પણ પ્રવેશી શકે નહી .આમ થવાથી સ્થાનિક લોકો નારાજ છે. આ રસ્તો ખુલે એવી લોક માંગ ઉઠી છે.
આવુ કેમ કર્યુ ? જાતે નિર્ણય લીધો ? ગાંધીનગરથી સૂચના હતી ? દિલ્લીથી સૂચના હતી ? કોરોના સંકટનો સંકેત છે ? સુરક્ષા નું કોઈ કારણ ? સોસાયટી તરફે નારાજગી ? અન્ય કોઈ કારણ હોય ? હજુ આ બાબતે કોઈ જ સાચુ કારણ જાણી શકાયુ નથી. સ્થાનિક કાઉન્સીલરો અને ધારાસભ્ય દ્રારા ભલામણ માટે વાતચીત ચાલુ છે. પણ હજુ કંઈ નક્કર પરિણામ આવ્યું નથી.એસ.આર.પી ગૃપના આ રોડ ઉપર દર ૨૦૦-૩૦૦ મીટરના અંતરે ચેક પોસ્ટ પર ૨૪ કલાક બંધુકધારી જવાન હાજર હોય છે. જે કોઈ પણ પરિસ્થિતિ કે જોખમને પહોંચી વળવા માટે સક્ષમ છે.
એસ.આર.પી.તરફનો માર્ગ સરકારી માલીકી માં છે કે નહી એ પણ તપાસનો વિષય છે,
રોડ બંધ કરવા બાબતે કોર્ટનો ઓર્ડર કોઈ છે? હશે તો હવે આ નિર્ણયને કોર્ટમાં પડકારવો પડશે. તેવી સ્પષ્ટ ચીમકી આપી હતી.