National

NEET પેપર સોલ્વર ગેંગના 4 MBBS વિદ્યાર્થીઓ સસ્પેન્ડ થશે, AIIMS પટનાએ લીધો નિર્ણય

નવી દિલ્હી: સીબીઆઈની ટીમે NEET પેપર લીક કેસમાં બુધવારે પટના AIIMSના (AIIMS Patna) ચાર મેડિકલ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. ત્યારે લગભગ 9 કલાકની પૂછપરછ બાદ CBIએ ચારેયની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પટના AIIMS મેનેજમેન્ટે મેડિકલના ચારેય વિદ્યાર્થીઓ સામે મોટો નિર્ણય લીધો છે. પટના AIIMS એ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

અસલમાં NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBIની ટીમે બુધવારે રાત્રે પટના AIIMSમાં અભ્યાસ કરતા ચાર મેડિકલ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. ત્યારે સીબીઆઈને શંકા હતી કે ચારેય ડોક્ટર વિદ્યાર્થીઓ સોલ્વર્સ ગેંગ સાથે જોડાયેલા છે. CBI દ્વારા પકડાયેલા આ ચાર મેડિકલ વિદ્યાર્થીઓ 2021 બેચના છે. દરોડા પછી સીબીઆઈએ ચારેયના રૂમ સીલ કરી દીધા હતા અને તેમના મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા હતા. ત્યાર બાદ સીબીઆઈએ ચારેયની ધરપકડ કરી હતી. હવે બિહાર AIIMSએ આ ચારેયને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

9 કલાકની પુછપરછ બાદ ચારેય મેડિકલ સ્ટુડેન્ટ્સની અટકાયત કરાઇ
લગભગ 9 કલાકની પૂછપરછ બાદ CBIએ ચારેય મેડિકલ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ કેસના સબંધમાં ચારેય મેડિકલ વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. તેમજ કોર્ટે ચારેયને રિમાન્ડ પર મોકલી દીધા હતા. જણાવી દઇયે કે સોલ્વર ગેંગના જે ચાર ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે તેમાં ચંદન સિંહ સિવાનનો રહેવાસી છે, કુમાર સાનુ પટનાનો રહેવાસી છે, રાહુલ આનંદ ધનબાદનો રહેવાસી છે અને કરણ જૈન અરરિયાના રહેવાસી છે.

આ સમગ્ર મામલે પટના એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જીકે પોલે કહ્યું હતું કે અમારા માટે આ આઘાતજનક છે કે અમારા વિદ્યાર્થીઓ આવી બાબતમાં સામેલ છે. અમે સીબીઆઈના રિપોર્ટની રાહ જોઈશું. જો અમારા આ વિદ્યાર્થીઓ સંડોવાયેલા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે AIIMS મેનેજમેન્ટે ચાર વિદ્યાર્થીઓ ચંદન સિંહ, રાહુલ આનંદ, કુમાર સાનુ અને કરણ જૈનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

MBBSના 4 વિદ્યાર્થીઓએ સુરેન્દ્રએ સમજાવ્યા બાદ જ પેપર સોલ્વ કર્યું હતું
સુરેન્દ્ર નામના વ્યક્તિએ મેડિકલ સ્ટુડન્ટ્સ અને રોકીને એક સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રએ જ મેડિકલ સ્ટુડન્ટ્સને રોકીને સોલ્વર તરીકે ઓળખાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે લીક થયેલા પેપરને ઉકેલવા માટે સુરેન્દ્રએ જ મેડિકલના વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. ત્યારે સીબીઆઈએ સુરેન્દ્રની પણ ધરપકડ કરીને 4 મેડિકલ વિદ્યાર્થીઓ સાથે રિમાન્ડ પર લીધો છે.

Most Popular

To Top