National

દિલ્હીના એક મકાનમાં લાગેલી આગમાં 4 ભડથું

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં ઘણાં દિવસોથી ભારે ગરમી પડી રહી છે, જોકે ચોમાસું ટૂંક સમયમાં આવવાની શક્યતા છે. ત્યારે રાજધાનીમાં ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં દિલ્હીના (Delhi) પ્રેમ નગરના એક મકાનમાં ભીષણ આગ (Fierce fire) લાગી હતી. આ આગમાં ચાર લોકોના કરૂણ મોત (Tragic Death) થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે સાડા ત્રણ વાગ્યે પ્રેમ નગરમાં એક મકાનમાં આગ લાગી હતી. ત્યારે આસપાસના લોકોએ ફાયર વિભાગ અને પોલીસને આ મામલે જાણ કરી હતી. તેમજ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘણી મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન ફાયર વિભાગે 4 લોકોને ઘરની બહાર કાઢ્યા હતા. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના શરીર ગંભીર રીતે બળી ગયા હતા. જેથી હોસ્પિટલમાં ખસેડાયા બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સોફા અને ઇન્વર્ટરમાં આગ લાગી હતી
મળતી માહિતી મુજબ દિલ્હીના આ મકાનમાં સૌપ્રથમ આગ પહેલા માળના સોફા અને ઇન્વર્ટરમાં લાગી હતી, ત્યારબાદ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. આ મૃતકોની ઓળખ હીરા સિંહ (48 વર્ષ), નીતુ સિંહ (46 વર્ષ), રોબિન (22 વર્ષ), લક્ષ્ય (21 વર્ષ) તરીકે થઈ હતા. આ તમામ એક જ પરિવારના હતા.

ગઈકાલે પણ એક મકાનમાં આગ લાગી હતી
આ ઉપરાંત ગઈકાલે ઉત્તમ નગર વિસ્તારમાં પણ એક મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારી અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમને બપોરે 2.15 કલાકે આ ઘટનાની માહિતી મળી હતી કે ઉત્તમ નગર વિસ્તારમાં બીજા માળે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ લાગી હતી. આ પછી સ્થળ પર આવેલા જુદા-જુદા ફાયર સ્ટેશનના વાહનોએ પોણા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઇ મોટું નુકશાન થયું ન હતું. માત્ર એક બાળકીના પગમાં સામાન્ય ઈજા થઈ હતી. જો કે યુવતી આગથી બચવા માટે પોતાના ફ્લેટમાંથી થોડી ઉંચાઇથી કૂદી ગઈ હતી. પેંતુ તેણીને પણ કોઇ મોટી ઇજા થઇ ન હતી.

Most Popular

To Top