સુરત: બિહાર (બિહાર) નાં કટિહાર જીલ્લામાં ગત ૨જી ડિસેમ્બરનાં રોજ કટિહાર જિલ્લાના મોહના ચાંદપુરના રહેવાસી કુખ્યાત મોહના ઠાકુર અને તેની ગેંગે કુખ્યાત પિક્કુ યાદવ વચ્ચે ગેંગ વોર થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. બુરારીના ડાયરામાં વર્ચસ્વ માટે બે ગેંગ વચ્ચેના ગેંગ વોરમાં પાંચ ઇસમોની હત્યા કરવામાં આવી હતી. હત્યાને અંજામ આપી તમામ મોહના ઠાકુર ગેંગનાં સાગરીતો નાસી ગયા હતા અને સુરતમાં આવી ગયા હતા. બિહાર S.T.F.ને આ બાબતની જાણ થતા તેઓઅ સુરત શહેર ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch)ની મદદથી એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચે મોહના ઠાકુર ગેંગનાં 4 આરોપી (accused) ઓને ઝડપી પાડ્યા હતા.
કડોદરાથી ઝડપાયા આરોપી
બિહાર S.T.F.ને બાતમી મળી હતી કે હત્યા કર્યા બાદ મોહના ઠાકુર ગેંગનાં સાગરીતો સુરત આવી ગયા છે. જેથી બિહાર S.T.F.ની ટીમ સુરત આવી પહોંચી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે બિહારની ટીમ સાથે મળીને તપાસ શરુ કરી હતી આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે આ આરોપીઓ કડોદરામાં રહી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દેવધ ચેક પોસ્ટ બાજુથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે 4 આરોપીઓ સુમરકુવર ફાગુકુવર ભુમિહાર, ધીરજસીંગ ઉર્ફે મુકેશસીંગ અરવીંદસીંગ, અમન સત્યેન્દ્ર તિવારી, અભિષેક ઉર્ફે ટાઈગર શ્રીરામ રાયને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી 9 તારીખ સુધીના રિમાન્ડ મળેવી આરોપીઓનો કબજો બિહાર એસ.ટી.એફ.ને સોંપવામાં આવ્યો હતો.
આ હતો સમગ્ર મામલો
બિહારના કટિહાર જીલ્લામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચવસ્વની લડાઈ અવર નવર ચાલતી હોય છે. તેઓ જમીન, પાણી, અને મિલ્કતો ઉપર પોતાનો કબજો જમાવવા ભૂતકાળમાં અવર નવર એકબીજા ઉપર હુમલો કર્યો હતો. આ બન્ને ગેંગ વિરુધ્ધ ધણા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે. આ બન્ને ગેંગ વચ્ચે થોડા સમયથી ગંગા નદીના કાંઠે કાપની જમીનો ઉપર કબજો કરવામાં અણબનાવ ચાલુ હતો જે બાબતની અદાવત રાખી બન્ને ગેંગ ૨જી ડિસેમ્બરનાં રોજ મોહન ઠાકુર ગેંગના ૨૩ સાગરીતો અને પીંકુ યાદવ ગેંગના સાગરીતો વચ્ચે ભવાનીપુર ગામમાં ગેંગવોર થયેલ હતી. જેમા તેઓ વચ્ચે આર્મ્સ અને દારૂગોળાના હથીયારો સાથે લઈ એકબીજા ઉપરફાયરીંગ કર્યું હતું. ગેંગવોરમા મોહના ઠાકુર ગેંગ દ્રારા પીંકુ યાદવ ગેંગના ગેંગ લીડર પીંકુ યાદવ સહિત અન્ય ચાર ઈસમોની હત્યા કરી તેઓની લાશ ગંગા નદીના પાણીમાં નાંખી દેવામાં આવી હતી. ત્યાર બાદ તમામ સાગરીતો નાસી ગયા હતા. મોહના ઠાકુર ગેંગ વિરુધ્ધ હત્યા, ખંડણી, હત્યાની કોશીષ, લુંટ, ધાડ, વિગરે જેવા સંખ્યાબંધ ગુનાઓ બિહારના કટીયાર જીલ્લામાં નોંધાયા છે.