નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કર્યા હતા. જેમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાનો સહિત ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો સમાવેશ થાય છે. આજે શનિવારે 30 માર્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ભારત રત્નથી સમ્માનિત થનારી પાંચ વ્યક્તિઓમાં, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ, ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ, પી.વી. નરસિમ્હા રાવ, જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વાસ્થ્યને કારણે રાષ્ટ્રપતિ ભવનમાં લાલ કૃષ્ણ અડવાણીની હાજરી ન હતી જેથી રાષ્ટ્રપતિ 31 માર્ચે તેમના ઘરે જઇ અને તેમને આ સન્માન આપશે.
ચૌધરી ચરણ સિંહ-કર્પૂરી ઠાકુર સહિત 4 હસ્તીઓને મૃત્યુ બાદ એવોર્ડ એનાયત
અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, “મને જણાવતા આનંદ થાય છે કે, અમારા ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવ ગારુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિમ્હા રાવ ગરુએ વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી હતી.
આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રી અને ઘણા વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકેના તેમના કાર્ય માટે સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમના દૂરંદેશી નેતૃત્વએ દેશને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં અને દેશની સમૃદ્ધિ માટે મજબૂત પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”
ચૌધરી ચરણ સિંહને સન્માન આપવાની જાહેરાત કરતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.” આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે તેમનું આખું જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
આ સાથે પીએમ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, “આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકાર M.S. સ્વામીનાથન જી ને આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે ભારતને આત્મ સન્માન મેળવવામાં મદદ કરી છે. તેમણે પડકારજનક સમયમાં કૃષિ નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્તમ પ્રયાસો કર્યા છે.