શ્રી જગન્નાથ મંદિરના વહીવટ વિભાગે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથના ભક્તે શ્રી પંચમીના પ્રસંગે ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ મંદિર માટે 4 કિલોથી વધુ સોના અને 3 કિલો ચાંદીના આભૂષણો દાન કર્યા હતા.
મંગળવારે ભક્તોના પ્રતિનિધિ એસજેટીએના મુખ્ય વહીવટકર્તા કૃષ્ણ કુમારને મળ્યા અને મંગળવારે કેટલાક મેનેજમેન્ટ કમિટિના સભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મંદિરના કાર્યાલયમાં કિંમતી આભૂષણો સોંપ્યા હતા. કુમારે કહ્યું, ભક્તે દાન માટે પ્રસિદ્ધિ ન માંગતા હોવાથી તેમની ઓળખ જાહેર ન કરવાની વિનંતી કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મંદિરમાં દાન કરેલા ઘરેણાં 4.858 કિલો સોના અને 3.867 કિલો ચાંદીના બનેલા છે. તેમણે ઉમેરતાં કહ્યું હતું કે, આ આભૂષણોનો ઉપયોગ ખાસ પૂજાઓ માટે કરવામાં આવશે
સોનાના આભૂષણોમાં 12મી સદીના મંદિરના ત્રણ દેવી-દેવતાઓ માટે ‘ઝોબા’ (મૂર્તિનો મધ્ય ભાગ), ‘શ્રીમુખ’ (ચહેરો) અને ‘પદ્મ’ (કમળ)નો સમાવેશ થાય છે.ભગવાન બલભદ્ર માટે કુલ 40 ‘શ્રી મુખ પદ્મ’ અને બે ‘ઝોબા’ આભૂષણોનું દાન આપવામાં આવ્યું હતું, જ્યારે ભગવાન ‘જગન્નાથ માટે 53 ‘શ્રી મુખ પદ્મ’ અને બે ‘ઝોબા’ અને દેવી સુભદ્રા માટે બે ‘ઝોબા’ દાન કરવામાં આવ્યા હતા.
આ આભૂષણો કડક સુરક્ષા સાથે મંદિર કચેરીની તિજોરીમાં રાખવામાં આવ્યા હતા. બુધવારે મંદિર વહીવટ વિભાગે આભૂષણો મંદિરના ખજાનચીને સોંપવામાં આવ્યા હતા.