ગાંધીનગર: રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ પટ્ટામાં પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ને પાકા રસ્તાઓથી જોડવા માટે ₹૩૬૨.૫૭ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે આ નિર્ણય લીધો હતો. ૨૯૩ જેટલા વિવિધ કામો મંજૂર કરાયા છે. અંદાજે ૩૨૫.૮૧ કિમી લંબાઈના પાકા રસ્તાઓ અને જરૂરી સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે.• આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા રહે અને ઈમરજન્સીના સમયે દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે આ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રીની આ જાહેરાતથી આદિજાતિ વિસ્તારોમાં પરિવહન અને વિકાસના નવા દ્વાર ખુલશે.