સુરત(Surat) : નવરાત્રિ(Navratri)માં માતાજીની આરાધના કરવાથી તમામ સંકટ દૂર થઇ છે. આ પવિત્ર દિવસોમાં લોકોમાં વિવિધ પ્રકારની આસ્થા જોવા મળે છે. ત્યારે સુરતમાં માનતા(believe) પૂરી કરવા માટે 36 વર્ષથી એક અનોખી પ્રથા ચાલી આવી છે. પોતાના દુઃખ લઈને આવેલા ભક્તો માતાજી સામે માનતા માને છે અને માતાજી પાસે પ્રગટાવવામાં આવેલો દીવો(lamp) ઘરે લઇ જાય છે અને માનતા પૂર્ણ થતા નવરાત્રિના 9 દિવસ એટલે 9 દિવા માતાજી સામે પ્રગટાવે છે.
આ રીતે ભક્તો માનતા પૂરી કરી છે
સુરતના કોટ વિસ્તાર મહિધરપુરાની લાલદરવાજા મોટી શેરીમાં આસો નવરાત્રિમાં આઠમનાં દિવસે માતાજી સમક્ષ દિવા પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ માતાજી આરતી કર્યા બાદ માનતા લેવા આવેલી મહિલાઓ માજી સમક્ષ પોતાનું દુ:ખ કહી અહી પ્રગટાવવામાં આવેલો એક દીવો ખુલ્લા પગે ઘરે લઇ જાય છે અને ઘરમાં દેવસ્થાન અથવા પણિયારા પર મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ દરરોજ આ દીવો પ્રગટાવવામાં આવે છે. આ માનતા ખાસ જે મહિલાઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું હોય તેઓ અહી પોતાની આશ પૂરી કરવા માટે આવે છે. આ માનતા થકી અનેક લોકોના દુઃખ દુર થયા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રથા લંડનથી શરુ થઇ હતી.
સૌથી નવાઇની વાત તો એ છે કે આ પરંપરા સુરત નહીં પરંતુ લંડનથી શરૂ થઇ
મોટી શેરીમાં રહેતા રમાબેન ચૌહાણને લગ્નના 9 વર્ષ બાદ પણ તેઓને સંતાન સુખ મળ્યું ન હતું. અનેક દવાઓ તેમજ સારવાર કરાવ્યા બાદ પણ તેઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું. જ્યાં ડોકટરોએ હાર માની લીધી હતી ત્યાંથી માતાજીની શ્રદ્ધા શરુ થઇ. રમાબેનનાં લંડનમાં રહેતા પરિવારજનોએ માતાજી સમક્ષ દીવો કરવાનું જણાવ્યું હતું. આ માટે લંડનથી દીવો મોકલવામાં આવ્યો હતો. જે દીવો માતાજી સમક્ષ પ્રગટાવવામાં આવ્યો…અને લગ્નના 9 વર્ષ બાદ રમાબેનના ઘરે દીકરીનો જન્મ થયો. ત્યારથી આ માનતા ચાલી આવી છે. રમા બેનના ઘરે દીકરીનો જન્મ થયાનાં બીજા જ વર્ષે તેમણે માતાજી સમક્ષ 9 દીવા પ્રગટાવ્યા હતા. જે દીવાઓ માનતા લેવા આવેલી મહિલાઓ લઇ જાય છે અને માનતા પૂર્ણ થતા મહિલાઓ માતાજી સમક્ષ દિવા પ્રગટાવી પોતાની માનતા પૂર્ણ કરે છે. 36 વર્ષથી ચાલી આવતી આ માન્યતા અંધશ્રદ્ધા નહિ પરંતુ માતાજી સામે લોકોની આસ્થાના દર્શન કરાવે છે.