નવી દિલ્હી: લોકપ્રિય ટીવી અભિનેત્રી હિના ખાનના (Hina Khan) ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી બ્રેસ્ટ કેન્સરથી (Breast cancer) પીડાઇ રહી છે. હિના ખાનને ત્રીજા સ્ટેજનું (Third stage) કેન્સર છે અને તેણીની સારવાર શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીએ પોસ્ટ (Post) કરીને આ માહિતી શેર કરી હતી. તેણીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી હતી અને ચાહકોને પણ ખાસ વિનંતી કરી છે.
તાજેતરમાં અહેવાલો સામે આવ્યા હતા કે અભિનેત્રીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હવે અભિનેત્રીએ પોતાની તબિયત અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણીએ જણાવ્યું હતું કે તે બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. અભિનેત્રીએ પુષ્ટિ કરી હતી કે તેણીને તાજેતરમાં જાણવા મળ્યું છે કે તેણીને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર થયું છે. શુક્રવારે, અભિનેત્રીએ તેણીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના ચાહકો સાથે આ હૃદયદ્રાવક સમાચાર શેર કર્યા હતા.
હિનાએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું તમામ અફવાઓ પર ધ્યાન આપવા માંગુ છું. હું મારા ચાહકો અને જેઓ મને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે તેઓને એક મહત્વપૂર્ણ સમાચાર કહેવા માંગુ છું કે મને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. આ પડકારજનક રોગ હોવા છતાં, હું દરેકને કહેવા માંગુ છું કે હું ઠીક છું. હું આ રોગ સામે લડવા માટે મજબૂત, નિર્ધારિત અને તૈયાર છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે. તેમજ કેન્સર સામે લડવા માટે જે પણ જરૂરી છે તે કરવા હું તૈયાર છું.
હિનાએ આગળ લખ્યું- ‘હું આ સમય દરમિયાન મારા ફેન્સ પાસેથી પ્રાઈવસી અને સિક્યોરીટી જાળવી રાખવા વિનંતી કરી રહી છું. હું તમારા પ્રેમનો આદર કરું છું. તમારા અંગત અનુભવો અને સહાયક સૂચનો મારા માટે આ નકારાત્મક જર્નીમાં ખુબ જ મોટી મદદ સમાન છે. હાલ હું અને મારો પરિવાર સંપૂર્ણપણે સકારાત્મક છીએ. અમને આશા છે કે હું આ બિમારીમાંથી બહાર આવીશ. મને આશા છે કે હું આ બિમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈને બહાર આવીશ.