National

ભારતીય સેનામાં 355 યુવા સૈનિકો જોડાયા, લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્રાએ ઝીલી પરેડ સલામી

નવી દિલ્હી: ભારતીય સેનાનની પરિક્ષામાં પાસ થયેલા કેન્ડિડેટ્સની ભારતીય સેનામાં (Indian Army) ભર્તી કરવામાં આવી હતી. આ ભર્તી (Recruitment) અંતર્ગત ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA)ની પાસિંગ આઉટ પરેડ આજે 5 જૂન શનિવારે સવારે માર્ક્સ કોલ સાથે શરૂ થઈ હતી. તેમજ પાસિંગ આઉટ પરેડ (Passing out parade) બાદ આજે ભારતીય સેનાને 355 યુવા સૈનિકો મળ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આ ભર્તી પરેડના 355 યુવા સૈનિકોમાં મિત્ર દેશોના 39 કેડેટ્સ પણ પાસ આઉટ થયા હતા. આજે સવારે પરેડના નિરીક્ષક અધિકારી, નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ એમવી સુચેન્દ્ર કુમારે પરેડની સલામી ઝીલી હતી. આ સાથે જ નિરીક્ષણ અધિકારીએ સ્પેસ, સાયબર અને માહિતી ક્ષેત્રોની ટેકનીકલ પ્રગતિ સહિત યુદ્ધની ઝડપથી બદલાતી પ્રકૃતિ વિશે વાત કરી હતી. આ વાત દરમિયાન તેમણે જટિલ અને સ્પર્ધાત્મક યુદ્ધક્ષેત્રોમાં અસરકારક રીતે કાર્ય કરવા માટે તકનીકી ક્ષમતાઓને વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ભારતીય સેનાને 355 યુવા સૈન્ય અધિકારીઓ મળ્યા
પરેડ બાદ યોજાયેલા પીપિંગ અને શપથ સમારોહ પછી 154મા રેગ્યુલર કોર્સ અને 137મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સના કુલ 394 ઓફિસર કેડેટ્સ લેફ્ટનન્ટ તરીકે ભારતીય અને વિદેશી સેનાની મુખ્ય ધારામાં જોડાયા હતા. જેમાંથી 355 યુવા સૈન્ય અધિકારીઓ ભારતીય સેનાને આપવામાં આવ્યા હતા. જ્યારે 39 યુવા સૈન્ય અધિકારીઓ સાથી દળોનો અભિન્ન અંગ બન્યા હતા. એકંદરે, શનિવારે મિલિટરી એકેડમીના નામે ભારતીય અને વિદેશી સેનાઓને 65 હજાર 628 યુવા લશ્કરી અધિકારીઓ આપવાનું સન્માન ઉમેરાયું હતું. જેમાં મિત્ર દેશો દ્વારા પ્રાપ્ત 2,953 સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

શહીદોને શ્રદ્ધાંજલિ આપી
ભારતીય મિલિટરી એકેડમી સ્થિત વોર મેમોરિયલ ખાતે શુક્રવારે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં એકેડેમી કમાન્ડન્ટ અને એકેડેમી અન્ડર ઓફિસર સાથે પાસ આઉટ થયેલા કેડેટ્સે બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતીય સૈન્ય એકેડેમીના યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન 17 નવેમ્બર 1999ના રોજ ફિલ્ડ માર્શલ સેમ માણેકશો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શુક્રવારે વોર મેમોરિયલ ખાતે 355 જેન્ટલમેન કેડેટ્સે ભારતીય સેનાની સમૃદ્ધ પરંપરાઓને જાળવી રાખવા અને ભારતીય સેનાના અધિકારીઓ તરીકે નિયુક્ત થતાં પહેલાં હંમેશા રાષ્ટ્રનો ધ્વજ ઉંચો લહેરાતો રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ સૈનિકોને એવોર્ડ મળ્યા

  • તલવાર ઓફ ઓનર- પ્રવીણ સિંહ
  • ગોલ્ડ મેડલ – પ્રવીણ સિંહ
  • સિલ્વર મેડલ- મોહિત કાપરી
  • સિલ્વર મેડલ TG – વિનય ભંડારી
  • બ્રોન્ઝ પોસ્ટ- શૌર્ય ભટ્ટ
  • ચીફ ઓફ આર્મી સ્ટાફ બેનર-કોહિમા કંપની

Most Popular

To Top