લદ્દાખ (LADAKH) ના ઉત્તર-પૂર્વમાં નુબ્રા વેલી છે. તે શ્યોક અને નુબ્રા નદીઓના સંગમથી બનેલી છે. અહીં 14મી સદીમાં બનેલું દિસ્કિત મઠ (DIXIT MATH) છે. તેને નુબ્રા વેલીના સૌથી વિશાળ અને સૌથી જૂના બૌદ્ધ મઠમાંથી એક માનવામાં આવે છે. અહીં આવેલી મૈત્રેય બુદ્ધની 104 ફૂટ ઊંચી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે, બૌદ્ધ ધર્મ (BUDDHISHTH) ની રક્ષા કરવાથી અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે આવનાર સમયમાં મૈત્રેય બુદ્ધનો જન્મ થશે. જેમને ભવિષ્યના બુદ્ધ પણ કહેવામાં આવે છે. તેમની મૂર્તિ 2010માં બનાવવામાં આવી હતી. આ વિશાળ મૂર્તિ સમુદ્ર કિનારાથી 10,310 ફૂટની ઊંચાઈએ પહાડો વચ્ચે બનેલાં ખુલ્લાં આકાશની નીચે બનેલી છે. આ મૂર્તિનું નિર્માણ ઘાટીના મૂળ નિવાસીઓ દ્વારા એકઠા કરેલાં દાનથી કરવામાં આવ્યું હતું.
તિબેટ શૈલીની વાસ્તુ કળાઃ-
જો મઠની વાત કરવામાં આવે તો દિસ્કિત મઠ 350 વર્ષ જૂનો મઠ છે. તે ગોમ્પા ગામનું મુખ્ય આકર્ષણ છે. તેને નુબ્રા ઘાટીથી સૌથી મોટા અને સૌથી જૂના બૌદ્ધ મઠમાંથી એક માનવામાં આવે છે. તેને 14મી સદીમાં ત્સોંગ ખપાના એક શિષ્ય ચંગ્જે મત્સે રાબ જંગપો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. આ ગોમ્પામાં મૈત્રેય બુદ્ધ (MAITRAY BUDDH)ની મૂર્તિ, ચિત્રકારી અને નગાડા સ્થાપિત છે. આ મઠ તિબેટ સંસ્કૃતિ અને તિબેટ શૈલીની વાસ્તુ કળાનું પ્રતિનિધિત્વ કરે છે. મઠમાં ફેબ્રુઆરી મહિનામાં સ્કેપગોટ મહોત્સવ ઉજવવામાં આવે છે, તેમાં લામાઓ દ્વારા મુખૌટું પહેરીને નૃત્ય કરવામાં આવે છે, જે અવગુણો ઉપર સત્યની જીતનું પ્રતીક માનવામાં આવે છે.
દલાઈ લામાએ અનાવરણ કર્યું હતુંઃ-
આ વિશાળ મૂર્તિ સમુદ્ર કિનારાથી 10,310 ફૂટની ઊંચાઈએ પહાડો વચ્ચે બનેલાં ખુલ્લાં આકાશની નીચે બનેલી છે. આ મુર્તિનું નિર્માણ ઘાટીના મૂળ નિવાસીઓ દ્વારા એકઠા કરેલાં દાનથી કરવામાં આવ્યું હતું. ઉપરાંત 8 કિલો સોનું રિજુ મઠ દ્વારા દાન કરવામાં આવ્યું હતું. મઠનું નિર્માણ 2006માં શરૂ થયું હતું અને તેનું અનાવરણ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ-લામા (DALAI LAMA) દ્વારા 2010માં કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યાં પ્રમાણે મૈત્રેય બુદ્ધની મૂર્તિ શાંતિને પ્રોત્સાહિત કરવા અને દિસ્કિત ગામની રક્ષા કરવા માટે બનાવવામાં આવી હતી.
ભવિષ્યમાં અવતાર લેશેઃ-
મૈત્રેય બુદ્ધને ભવિષ્યના બુદ્ધ માનવામાં આવે છે અને તેમને હસતાં બુદ્ધના સ્વરૂપમાં પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ માન્યતાઓ પ્રમાણે મૈત્રેય ભવિષ્યના બુદ્ધ છે. અમિતાભ સૂત્ર અને સદ્ધર્મપુણ્ડરીક સૂત્ર જેવા બૌદ્ધ ગ્રંથોમાં તેમનું નામ અજિત પણ ઉલ્લેખવામાં આવ્યું છે. બૌદ્ધ પરંપરાઓ (BUDDHA TRADITION)પ્રમાણે મૈત્રેય એક બોધિસત્વ છે જે ધરતી ઉપર ભવિષ્યમાં અવતાર લેશે અને બુદ્ધત્વ પ્રાપ્ત કરશે તથા વિશુદ્ધ ધર્મનો બોધપાઠ આપશે. ગ્રંથો પ્રમાણે મૈત્રેય ગૌતમ બુદ્ધના ઉત્તરાધિકારી હશે.