આસામ: આસામ (Assam) પોલીસે (Police) અલકાયદા(Al Qaeda) સાથે જોડાયેલા 34 થી વધુ લોકો(People)ની ધરપકડ (Arrested) કરી છે. એટલું જ નહીં, પોલીસનું કહેવું છે કે આસામની બહાર બાંગ્લાદેશ (Bangladesh) થી સંપૂર્ણ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. રાજ્યના યુવાનોને ધર્માંધતા ફેલાવવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. જો કે, તેને સફળ થવા દેવામાં આવશે નહીં. આસામના ડીજીપી (DGP) ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું કે આસામ પોલીસે અત્યાર સુધીમાં અલ કાયદા સાથે જોડાયેલા 34 થી વધુ લોકોની ધરપકડ કરી છે. “આસામ પોલીસ કટ્ટરવાદ વિરોધી પગલાંનો અમલ કરી રહી છે.
- આસામમાં ‘આતંક’ ફેલાવવાનું ષડયંત્ર!
- અલ-કાયદા સાથે સંકળાયેલા 34થી વધુ લોકોની ધરપકડ
- બાંગ્લાદેશમાં રચાઈ રહ્યું છે ષડ્યંત્ર: ડીજીપી
- અગાઉ ગોલપારામાંથી પોલીસે બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી
તેમણે કહ્યું કે, રાજ્યમાં આતંકવાદી જૂથોના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આસામ ડીજીપીએ કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો અલ કાયદા સાથે જોડાયેલા છે. આસામ પોલીસ આવા ષડયંત્રને સફળ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે આસામમાં મદરેસાઓના અલગ-અલગ જૂથો છે. કેટલાક નવા જૂથો પણ બનાવવામાં આવી રહ્યા છે, કેટલાક લોકો મદરેસાઓનો લાભ લઈ રહ્યા છે. આ આખું ષડયંત્ર અલ કાયદા દ્વારા આસામની બહાર, ખાસ કરીને બાંગ્લાદેશમાં રચવામાં આવી રહ્યું છે, જેથી યુવાનોને ઉશ્કેરીને કટ્ટરતા ફેલાવી શકાય. આ પહેલા પણ આસામના ગોલપારામાંથી પોલીસે બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી. આ બંને આતંકવાદીઓ અલકાયદા અને અંસારુલ્લા બાંગ્લા ટીમ સાથે સંકળાયેલા હતા. પોલીસે બંનેના ઘરે પણ તલાશી લીધી હતી. જેમાં વાંધાજનક સામગ્રી શોધવાની સાથે જેહાદી તત્વોને લગતા પોસ્ટરો પણ મળી આવ્યા હતા.
પોલીસે બે મદરેસાઓ પણ સીલ કર્યા
હાલમાં જ આસામમાં અલ કાયદાના આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અન્સરુલ ઈસ્લામ સાથે જોડાણના આરોપમાં પોલીસે 2 જિલ્લામાંથી 12 જેહાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે બે મદરેસાઓ પણ સીલ કરી દીધા હતા. આ કેસમાં પોલીસે મોરીગાંવના મોઇરાબારી ખાતેના મદરેસાના મુફ્તીની પણ જેહાદી લિંકના આરોપમાં ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય શિક્ષક સહિત કુલ 8 શિક્ષકોની પણ અટકાયત કરવામાં આવી હતી.