અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં જાસપુર(Jaspur) ખાતે વિશ્વ ઉમિયાધામ ઉપવનના પ્રારંભનો સમારંભ યોજાયો હતો. જેમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજ(Paitdar community) અંગે એક ગંભીર અને સૂચક નિવેદન આપ્યું છે. તેઓએ મુખ્યમંત્રીની હાજરીમાં જ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની દીકરી(Daughter)ઓ જેહાદીઓની જાળમાં ફસાઈ રહી છે. જેહાદીઓ આપણા સમાજની દીકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જાય છે. અને ત્યારબાદ લગ્ન કરી લે છે. જે આપના સમાજ માટે ખુબ બાબત કહી શકાય છે.
સરથાણા પોલીસ મથકમાં જ 300 જેટલી ફરિયાદ
રાજ્યમાં વધી રહેલા લવ-જેહાદના કિસ્સાઓ મુદ્દે પાટીદારોની મોટી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે જે નિવેદન આપ્યું છે તેણે લઇને સમાજમાં ચિંતા ફેલાઈ જવા પામી છે. પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, જો સુરતનાં માત્ર સરથાણા વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ છે. જો આ એક જ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ છે તો સમગ્ર રાજ્યમાં શી સ્થિતિ હશે તે એક ગંભીર બાબત છે. આ ઘટનાઓ સામે સમાજે ચેતી જવાની જરૂર. સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીંતર આવનારા સમયમાં ખૂબ મોટી તકલીફ પડી શકે તેમ છે.
દીકરીના લગ્ન રજિસ્ટ્રેશનમાં માતા અથવા પિતાની સહી ફરજીયાત કરવા માંગ
આ મુદ્દે અગાઉ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી હતી. જેઅમાં તેઓએ આવેદન પત્ર આપી દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી હતી. કોઈપણ દીકરીના લગ્ન રજિસ્ટ્રેશન વખતે જો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકની સહી ફરજિયાત હોય તો અન્ય સમાજના કે પછી અન્ય કોઈ જેહાદી દીકરીને ફોસલાવી કે પ્રેમજાળમાં ફસાવી લગ્ન ન કરી જાય. જે સંદર્ભે સરકાર હાલમાં વિચાર કરી રહી છે કે દીકરીઓના લગ્નના રજિસ્ટ્રેશનમાં માતા અથવા પિતાની સહી ફરજિયાત કરાય. આ અંગે આર.પી.પટેલે જણાવ્યું હતું કે જો માતા-પિતાની સહી ફરજિયાત કરાશે તો પાટીદાર સમાજમાં કે અન્ય સમાજમાં લવ-જેહાદના કિસ્સાઓ નહીં બને.
લવ જેહાદ મામલે કાયદામાં છે આ જોગવાઇઓ
લવ જેહાદ મામલે ઘડવામાં આવેલા કાયદામાં છે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં કાયદામાં આરોપીને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત દંડ, 2 લાખથી ઓછા નહીં એટલા દંડની જોગવાઇ કરાઈ છે. સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જેલ અને દંડની હોગ્વાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ સંસ્થા-સંગઠનો આ પ્રકારે લગ્ન કરાવતા ઝડપાશે તો સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા,5 લાખનો દંડ ફટકારવામાં આવશે.