ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યા બાદ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે રાજ્યમાં ગેસ અને કેરોસીનના પુરવઠા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોએ LPG સરેન્ડર કરવું પડશે સરકાર હવે LPG ગ્રાહકોને PNG (Pipe Natural Gas) તરફ વાળવા માટે ખાસ ભાર મૂકી રહી છે.
મોના ખંધારે જણાવ્યું હતું કે, જે ગ્રાહકો પાસે LPG અને PNG બંને કનેક્શન છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન ફરજિયાતપણે સરેન્ડર કરવાનું રહેશે. રાજ્યમાં ઘરેલુ અને કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં LPGના વિકલ્પ તરીકે રાજ્યમાં કેરોસીન વિતરણની વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 14.52 લાખ લિટર કેરોસીનમાંથી દરેક જિલ્લાને 36,000 લિટર જથ્થો ફાળવાયો છે.
પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન ફાળવવામાં આવશે. LPGનું વિતરણ માટે મર્યાદા નક્કી કરવામાં આવી
પુરવઠો હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને જરૂરિયાતની 100% ફાળવણી
પુરવઠો ફાર્મા, ડેરી, સીડ પ્રોસેસિંગ, એરલાઇન્સ અને રેલવે કેન્ટીનને જરૂરિયાતની 70% ફાળવણી
મત્સ્યોદ્યોગ, રેસ્તરાં, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમોને જરૂરિયાતના 90 % ફાળવણી
ગેરરીતિ અટકાવવા કડક મોનિટરિંગ
ગેસ એજન્સીઓ પર દેખરેખ રાખવા માટે રેવન્યૂ અને પોલીસ અધિકારીઓની ટીમો તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ અનેક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. નાગરિકોની LPG સહાયતા માટે હેલ્પલાઇન 1800-233-0222 નંબર જાહેર કર્યો છે. મોના ખંધારના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઘરેલુ LPGનો બફર સ્ટોક સતત વધી રહ્યો છે. અંત્યોદયથી સર્વોદયના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી અન્ન સુરક્ષા પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની ગેસ એજન્સીઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.