બેસતા વર્ષના દિવસે ગેરકાયદે નાણાની હેરાફેરીનું રેકેટ ઝડપાયું
ભરૂચ,તા.3
બેસતા વર્ષના ભરૂચ નગરનાં ભૃગુઋષિ બ્રિજ નીચેથી રીક્સામાં 30.80 લાખ ભારતીય ચલણી નોટ ગેરકાયદે હેરાફેરી કરતા બે ઈસમોને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે વિભાગને આ નાણા હવાનામાં નાણા હોવાનું તપાસ વધુ હાથ ધરી હતી.
નુતન વર્ષના ઉજવણીના દિવસે પોલીસ વિભાગ તકેદારીના ભાગરૂપે હરકતમાં રહી હતી.ભરૂચ LCBનાં PI એમ.પી.વાળા,PSI વી.બી.બારડ સહીત ટીમ દિવાળી તહેવારને લઈને જિલ્લામાં શાંતિ લઈને પોલીસ વિભાગ સતર્ક હતી.ભરૂચ નગરમાં પેટ્રોલિંગ કરતા ભરૂચ LCB પોલીસના PSI ડી.એ.તુવરને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરથી આવતી એક રીક્સા GJ-16,AT-8590 બિનઅધિકૃત રીતે ભારતીય ચલણી નોટનો જથ્થો લઈને ટંકારીયા તરફ જવાના છે.જેને લઈને પોલીસે ભૃગુઋષિ બ્રિજ નીચે વોચ ગોઠવીને રીક્સા આવ્યા જેમાંથી હબીબ ઈબ્રાહીમ મન્સૂરી રહે-ટંકારીયા,તેમજ યાકુબ ઉર્ફે બાબુભાઈ ઈબ્રાહીમ ભોદુ રહે-ઇખર,તા-આમોદ જી-ભરૂચને અટકાવીને તપાસતા તેમાંથી રૂ.30,80,000/- ભારતીય ચલની નોટ,અંગ જડતીમાં બે મોબાઈલ રૂ.6000/- અને એક રીક્સા રૂ.2,૦૦,000/- મળીને કુલ રૂ.32,86,000/-નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.બંને ઈસમોએ ભારતીય ચલણી નોટ હેરાફેરી કરતા ઝડપાઈ જતા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
30.80 લાખની ભારતીય ચલણી નોટની હેરાફેરી કરતા રીક્સામાં બે ઈસમો ઝડપતી ભરૂચ LCB
By
Posted on