પશ્ચિમ રેલવે આગામી દિવાળી અને છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા અને છાપરા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09125/09126 વડોદરા – છાપરા – વડોદરા સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09125 વડોદરા – છાપરા “ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન” 29.10.2024 ના વડોદરાથી બુધવાર 00:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09:00 કલાકે છાપરા સ્ટેશન પહોંચશે. આ ટ્રેન માત્ર એક દિવસ એટલે કે 30.10.2024 ના રોજ વડોદરા સ્ટેશન થી ચાલશે.એ જ રીતે, ટ્રેન નંબર 09126 છાપરા – વડોદરા “ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન” છાપરા સ્ટેશન થી 31.10.2024 ગુરુવાર 12:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન પણ માત્ર એક દિવસ ચાલશે.
આ ટ્રેન બંને દિશા માં ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, અગર ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, અયોધ્યા ધામ, માનકાપુર, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર અને સિવાન સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચનો સમાવેશ છે.
ટ્રેન નંબર 09125 વડોદરા – છાપરા સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ 29.10.2024 ના રોજ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી ની વેબસાઇટ પર શરુ થશે.
આ ટ્રેનના સંચાલન સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.