National

RBIમાં બ્લાસ્ટની ધમકી આપનારા 3 વડોદરાથી ઝડપાયા

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાની મુંબઇ સ્થિત ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા 3 ઇસમોની આજે બુધવારે વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે મંગળવારે આરબીઆઇની મુંબઇ સ્થિત ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની અજાણ્યા ઇસમોએ ઇ-મેલના માધ્યમથી ધમકી આપી હતી. ત્યારે મુંબઇ પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને ધમકી આપનારની શોધખોળ શરૂ કરી દીધી હતી. તેમજ મુંબઇ પોલીસના ક્વીક એક્શનના કારણે તેઓને ધમકી આપનાર ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મંગળવારે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાને એક ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો હતો. આ ઇ-મેલમાં આરબીઆઇની મુંબઇ સ્થિત ઓફીસ સહિત 11 જગ્યાઓ ઉપર બોમ્બધડાકા કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તેમજ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માંગ કરવામાં આવી હતી. દરમિયાન મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ દોડતી થઇ હતી. તેમજ માત્ર 24 કલાકની અંદર જ ધમકી આપનારા 3 ઇસમોની ધરપકડ કરી હતી.

આ 3 ઇસમોની ધરપકડ વડોદરામાંથી કરી હોવાનું મુંબઇ પોલીસના અધીકારીઓએ જણાવ્યું હતું. તેમજ આરોપિઓને ધરપકડ કરી મુંબઇ લઇ જવામાં આવ્યા હતાં. ત્યારે ધમકી પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ હાલ પૂછતાછ ચાલી રહી છૈ.

RBIને ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો હતો
આરબીઆઈ ઓફિસને મંગળવારે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઇની ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. તેમજ ઈમેલમાં લખવામાં આવ્યું છે કે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ જગ્યાઓ ઉપર 1:30 કલાકે બ્લાસ્ટ થવાનો હતો. પરંતુ એવુ કશું જ થયું ન હતું. આ સાથે જ પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી પરંતુ ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ કારણે એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

આ સાથે જ ઇ-મેલમાં અરજીમાં પ્રકારની માંગણી કરવામાં આવી હતી. ધમકી આપનારાએ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગણી કરી હતી.

આ સાથે જ ઇ-મેલમાં લખ્યું હતું કે ધમકી આપનાર ‘ખિલાફત ઇન્ડિયા’નો સભ્ય છે. તેમજ તેણે લખ્યું હતું કે RBIએ ખાનગી બેંકો સાથે મળીને ભારતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ કરી રહ્યું છે. આ કૌભાંડમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત કેટલાંક ટોચના બેંકિંગ અધિકારીઓ અને ભારતના કેટલાક પ્રખ્યાત મંત્રીઓ શામેલ છે.

Most Popular

To Top