સુરત આવતી બસને ધુલીયા હાઈ-વે (HIGHWAY) પર અકસ્માત (ACCIDENT) નડ્યો હતો. જેમાં બસ ટેન્કર પાછળ ઘુસી જતા વ્યારા નજીક હાઇવે ઉપર અકસ્માતમાં ત્રણ ના મોત 7 જેટલા વ્યક્તિને ગંભીર ઇજા થતા સુરત બારડોલી ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવી રહેલી લક્ઝરી બસને સુરત-ધુલિયા હાઈવે પર તાપી જિલ્લાના બાજીપુરા નજીક અકસ્માત નડ્યો હતો. આ બસ અચાનક જ ટેન્કરમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત (DEATH) થયાં હતાં, અને અકસ્માતને કારણે રોડ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા..
સ્થાનિકોએ પોલીસનો સમ્પર્ક કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સાથે જ સાત જેટલા ઈજાગ્રસ્તને બારડોલી હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં પાછળથી ત્રણ વધુ ગંભીર ઈજાગ્રસ્ત જણાતા તમામને સુરત સિવિલ હોસ્પિટલ (SURAT CIVIL HOSPITAL) ખાતે ખસેડવામાં આવ્યા હતા, સિવિલ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાં નઈમ હાજી રસીદ મણિયાર (ઉં.વ.51 રહે. કોપર ગામ મહારાષ્ટ્ર), અઝહર અજ્જી મણિયાર (ઉં.વ.22 રહે. એજન) અને નૂર મહંમદ ફકીર મહંમદ (ઉં.વ.45 રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
અકસ્માતનું કારણ બસની વધુ પડતી ઝડપ
અકસ્માત થવાના કારણમાં વધુ પડતી ઝડપ હોવાનું સામે આવ્યું છે. કારણ કે ટેન્કર બગડી ગયું હોવાથી રોડની સાઈડ પર હોય ટેન્કર દ્વારા સિગ્નલ લાઈટ (SIGNAL LIGHT)પણ શરૂ હતી. જોકે, બસ ફૂલ સ્પીડમાં હોવાના કારણે બસના ચાલકથી બસ કાબૂમાં ન રહેતા હાઈવે પર સાઈડમાં ઉભેલું ટેન્કર ડ્રાઈવરને નજરે ન પડતા ટેન્કરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અને ધડાકાભેર બસ ટેન્કરમાં ઘૂસી જતા કંડક્ટર તરફનો 40 ટકા ભાગનો ખુરદો બોલી ગયો છે. સ્લીપર કોચ બસ હોવાના કારણે જાનહાનિ ઓછી થઈ હોવાની પણ અહીં શક્યતા સિવાય રહી છે.
મહારાષ્ટ્રના માલેગાવથી જાણ સુરતના લિંબાયત ખાતે આવતી હતી. બસમાં અંદાજે 35 જટેલા જાનૈયાઓ હતા. બસ રાત્રે 11 કલાકે ઊપડી હતી. વરરાજા મદસ્સિરની જાન સુરતના લિંબાયત (LIMBAYAT) ખાતે આવવાની હોય લોકો શાંતિથી સુઈ ગયા હતા. અને મુસાફરો ઊંઘમાં જ હતા અને 6:15 કલાકે બસ ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. સાથે જ લગ્ન પ્રસંગ જેવો ખુશીનો પ્રસંગ અચાનકે જ માતમમાં ફેરવાઈ ગયો હતો. વ્યારા તરફથી આવતાં પુલ પહેલા ટર્નીગ હોય અને ફૂલ સ્પીડમાં વાહન જતાં હોય આ સ્થળે અગાઉ પણ ઘણી અકસ્માતની ઘટના થઈ છે.