SURAT

આગામી 28 માર્ચથી નાસિક-સુરતની સપ્તાહમાં 2 દિવસની ફ્લાઇટ શરૂ થશે

મહારાષ્ટ્રના નાસિક એરપોર્ટના એપીડી દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે કે સ્પાઇસ જેટ એરલાઇન્સ ઉનાળું સિઝનમાં 28 માર્ચથી નાસિક-સુરતને જોડતી નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે. હૈદ્રાબાદ-નાસિક-સુરત અને સુરતથી નાસિકની આ સીધી ફ્લાઇટ સપ્તાહમાં બે દિવસ સોમવારે અને શનિવારે ઓપરેટ થશે.

લાંબા સમયથી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા શિરડીના ફ્લાઇટ માટે રજૂઆત કરવામાં આવી હતી. એરલાઇન્સે અત્યારે નાસિક એરપોર્ટ પર સ્લોટની માંગણી કરી છે. જોકે સુરત એરપોર્ટ ઓથોરિટી સમક્ષ હજી સ્લોટની માંગણી કરવામાં આવી નથી

. જો આ ફ્લાઇટ શરૂ થશે તો શિરડીની યાત્રા સરળ બનશે. ખાસ કરીને સુરતથી યાત્રાળુઓ બસ અને ટ્રેન માર્ગે જાય છે. તેમને મોટી રાહત મળશે. સુરતથી બાયરોડ શિરડી જવા માટે આઠ કલાકનો સમય લાગે છે તે અંતર પણ ઘટી શકે છે.

તે ઉપરાંત સુરત એપીએમસીમાં કામ કરતા અનેક વેપારીઓ નાસિકના ખેડૂતો સાથે અને ત્યાંની એપીએમસી સાથે સીધો વેપાર ધરાવે છે. તેમને પણ આ ફ્લાઇટનો લાભ મળી શકે છે. આ ફ્લાઇટ થકી શનિવારે નાસિક પહોંચી સોમવારે સુરત પરત આવી શકાશે. જોકે એરલાઇન્સ ફ્લાઇટ શિડ્યુલ જાહેર કરશે તે પછી જ આ ફ્લાઇટનું ભવિષ્ય નક્કી થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top