Vadodara

26 મે થી 2 જૂન સુધી ડે. કમિશનર ગંગા સિંહની ગેરહાજરીમાં વી. એમ. રાજપૂત મહત્વના વિભાગો સંભાળશે

વડોદરા મહાનગરપાલિકાના ડે.મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ (IAS) તારીખ 26 મે, 2025ના બપોર પછીથી 2 જૂન, 2025ના બપોર સુધી ફરજ ઉપર ઉપલબ્ધ નહીં હોય. આ દરમિયાન વહીવટી અનુકૂળતા અને મહાનગરપાલિકાના દૈનિક કાર્યો સુચારીરૂપે ચાલતાં રહે તે માટે વિવિધ મહત્વના વિભાગોની જવાબદારી ડે.મ્યુનિસિપલ કમિશનર વી.એમ. રાજપુત (GAS)ને સોપવામાં આવી છે. વી.એમ. રાજપુત હસ્તક રહીને સંચાલિત થનારા મુખ્ય વિભાગોમાં સામાન્ય વહીવટ, લીગલ, વિજીલન્સ, ઇન્કવાયરી, હિસાબી શાખા, લેન્ડ એન્ડ એસ્ટેટ, ટી.ડી.ઓ. (ટીપી-બીપી), જન સંપર્ક, ગુજરાત દાખલા સહિત દુકાન અને સ્થાપના વિભાગ, આકારણી શાખા, પશ્ચિમ ઝોન અને આરોગ્ય વિભાગનો સમાવેશ થાય છે. સાથે જ, આઇ.ટી., પાર્કસ એન્ડ ગાર્ડન, યુ.સી.ડી. ગામ, એફોર્ડેબલ હાઉસિંગ, એડી.સીટી એન્જિનીયરિંગ (ગેસ), ICDS પ્રોજેક્ટ, અગ્નિશમન તથા તાત્કાલિક સેવા વિભાગ, તેમજ ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ (માહિતી રીપોર્ટીંગ સહ દેખરેખ) જેવી વિવિધ સેવા શાખાઓ પણ તેમની દેખરેખ હેઠળ રહેશે. ગંગા સિંહની ગેરહાજરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક મહત્વની કામગીરી સતત અને અસરકારક રીતે હાથ ધરાઈ રહે તે માટે આ નિયુક્તિ કરાઈ છે.

Most Popular

To Top