સંગઠન સૃજન અભિયાન હેઠળ આગામી સમયમાં વિવિધ મુદ્દે આંદોલનની વ્યુહરચના ઘડાશે :
ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર અને કમિશનનાં શાસનને ખુલ્લા પાડવાનું કામ કોંગ્રેસ કરશે : અમિત ચાવડા
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. આગામી 26મી તારીખે રાહુલ ગાંધી એક દિવસનાં ગુજરાત પ્રવાસે છે. ત્યારે, સંગઠન સૃજન અભિયાન હેઠળ આવનારા સમયમાં મુદ્દાઓને લઈને આંદોલનની વ્યુહરચના ઘડાશે. મિશન 2027નો રોડમેપ નક્કી કરશે.
આગામી તા.26, 27 અને 28 મી તારીખે આણંદનાં નિજાનંદ ફાર્મ ખાતે કોંગ્રેસની શિબિર યોજાશે. જેમાં રાહુલ ગાંધી 26 મી સવારે વડોદરા એરપોર્ટથી આણંદ પહોંચશે. જે શિબિરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન આપશે. વધુમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમૂલ સહિતનાં દૂધ સંઘોમાં રોજ ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે.આજે સભાસદો પોતાનાં અધિકાર કે ભ્રષ્ટાચારની વાત કરે છે તો સરકાર કાર્યવાહી કરે છે.વડોદરા, આણંદ, સાબરકાંઠા, મહેસાણામાં દૂધ સંઘોમાં આંદોલન કરશે.દૂધ સંઘોનાં ભ્રષ્ટાચાર સામે રાજ્યમાં કોંગ્રેસ અવાજ ઉઠાવશે.તમામ સંઘનાં સભાસદો અને પશુપાલકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. રાહુલ ગાંધીનાં પ્રવાસને લઈને જ આજે વડોદરામાં બેઠક બોલાવી છે. મેન્ડેટને કારણે ભાજપે સહકારી સંસ્થાઓમાં ભાજપે રાજકારણ ઘુસાડ્યું છે.ભાજપનાં દિલીપ સંઘાણીનાં નિવેદનને લઈ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,દિલીપ સંઘાણી હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને આવા નિવેદનો કરીને ચમકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ નક્કી કરવા અંગેનો પ્રશ્ન અમારો વ્યક્તિગત મામલો છે. પુલ તૂટવાને કારણે લોકોનો સરકાર પરનો વિશ્વાસ તૂટી ગયો છે. રાજ્યના ભય ભૂખ અને ભ્રષ્ટાચાર અને કમિશનનાં શાસનને ખુલ્લા પાડવાનું કામ કોંગ્રેસ કરશે.