National

કેદાર ધામમાંથી 250થી વધુ લોકોને એરલિફ્ટ કરાવી સોનપ્રયાગ લવાયા, SDRFની 6 ટીમો કાર્યરત

નવી દિલ્હી: કેદારનાથ ધામમાં (Kedarnath Dham) ફસાયેલા 250 થી વધુ શ્રદ્ધાળુઓને આજે સોમવારે એરલિફ્ટની (Airlift) મદદથી રેસ્ક્યુ (Rescue) કરાયા હતા. આ તમામ લોકોને કેદાર ધામના લિંચોલીથી ભીંબલી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે છ SDRF સૈનિકોની ટીમ (SDRF Team) મોકલવામાં આવી હતી. જ્યાંથી યાત્રીઓને એરલિફ્ટ કરીને સોનપ્રયાગ લઈ જવામાં આવ્યા હતા. તેમજ આ કાર્ય માટે સેનાના એમ-17 અને ચિનૂક હેલિકોપ્ટરને તૈનાત કરવામાં આવ્યા હતા.

અસલમાં સોમવારે કેદાર ખીણમાં હવામાન સાફ થતાં, ભારતીય આર્મીના MI 17 અને ચિનૂક વડે એરલિફ્ટ રેસ્ક્યૂ શરૂ કરાયુ હતું. ત્યારે MI-17 વિમાને યાત્રીઓને ચારધામ હેલિપેડ પર ઉતાર્યા હતા જ્યારે ચિનૂક વિમાને યાત્રીઓને ગૌચર એરસ્ટ્રીપ પર ઉતાર્યા હતા. આજે સવારે 9 વાગ્યા સુધીમાં MI અને ચિનૂક અને અન્ય નાના હેલિકોપ્ટરની મદદથી 133 લોકોને કેદારનાથથી સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્રએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં નહીં આવે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ જ રહેશે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી
જણાવી દઇયે કે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે અને લગભગ છ લોકો ઘાયલ થયા છે. ત્યારે ભારે વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતાં કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. તેમજ ભીમવાલી અને રામબાડા વચ્ચેનો લગભગ 20 થી 30 મીટર રોડ ધોવાઈ ગયો હતો. તે જ સમયે સોનપ્રયાગ પાસે લગભગ 100 મીટર રોડ પૂરમાં ધોવાઈ ગયો હતો. આ સિવાય ગૌરીકુંડમાં આવેલ તપ્તકુંડ પણ પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યું છે. તેમજ તપ્તકુંડ સંપૂર્ણપણે કાટમાળ નીચે દટાઈ ગયું છે. આ તપ્તકુંડમાં અનેક ભક્તો સ્નાન કરે છે.

એડવાઈઝરી જારી
વાતાવરણને જોતા કેદારનાથના દર્શન માટે રૂદ્રપ્રયાગ પહોંચેલા યાત્રિકો માટે રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક એડવાઈઝરી પણ જારી કરવામાં આવી હતી, જેમાં તેમને તેઓ જ્યાં પણ હોય ત્યાં સુરક્ષિત રહેવા અને તેમની કેદારનાથ ધામ યાત્રાને મોકુફ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં સોનપ્રયાગથી આગળ મોટરવે અને પગપાળા માર્ગની હાલત બિલકુલ સારી નથી. તેમજ ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ ફૂટપાથ પર ભીંબલીમાં 20-25 મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો અને પહાડી પરથી મોટા પથ્થરો પડીને રસ્તા પર આવી ગયા હતા. જેથી યાત્રાળુઓએ પોતાની યાત્રાને ટાળવી જ યોગ્ય રહેશે.

Most Popular

To Top