વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનું સંકટ ઊભું થશે. શહેરના પૂર્વ વિસ્તારના મોટાભાગની પાણીની ટાંકીઓમાં પાણી નહિ પહોંચે. કારણ કે, આગામી તારીખ 23 સપ્ટેમ્બરના રોજ શહેરના આજવા સરોવરથી નિમેટા પાણીના શુદ્ધિકરણ મથક સુધી આવતી ફિડરલાઈન રિપેરિંગના કારણે 3 લાખથી વધુ લોકોને પાણી નહીં મળે. સમરકામ થતાં જ આગામી તારીખ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે.
વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા શાખા હસ્તકની આજવા સરોવરથી નિમેટા પાણીના શુધ્ધિકરણ મથક સુધી આવતી 900 મીમી ડાયા એચ.એસ. ફિડર લાઈન રિપેરિંગ કરવાની કામગીરી તા.23/09/24ના રોજ સવારે 8 કલાકથી તા.24/09/24 સવારે 8 કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેથી શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી કાપ રહેશે, જેથી આ લોકોને પાણી નહીં મળે.
આજવા ફિડર લાઈન સમારકામને લઈ શહેરના સયાજીપુરા ટાંકી, નાલંદા ટાંકી, પાણીગેટ ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોદ ટાંકી, કપુરાઇ ટાંકી, લાલબાગ ટાંકી સહિત સોમાતલાવ બુસ્ટર, સંખેડાદશાલાડ બુસ્ટર, નંદધામ બુસ્ટર, મહેશનગર બુસ્ટર, દંતેશ્વર બુસ્ટર અને મહાનગર બુસ્ટર ખાતી પાણી મેળવતા ઝોનનું તા. 23/09/24ના રોજનું બપોર તથા સાંજના ઝોનનું પાણીનું વિતરણ કરવામાં આવશે નહી.
આગામી તારીખ 24/09/24નાં રોજ સવારના ઝોનમાં પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં. જ્યારે સાંજના ઝોનમાં હળવા દબાણથી અને ઓછા સમય માટે પાણીનું વિતરણ કરવામાં આવશે, જેની તમામ વિસ્તારના નાગરીકોએ નોંધ લેવી. તેમજ જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરી લેવા પાલિકાએ જાહેરત કરી છે.
પાલિકાએ પાણી વિતરણ નહિ થવા સાથે જાહેર કરેલ વિસ્તારોમાં લોકો નો રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કેહવુ છે હાલ અત્યાર સુધી પુર આપદા બાદ માંડ પાટા પર ચડતી ગાડી એમાં આ પાણી નો કકળાટ શરૂ કરવામાં આવશે જેથી અમારે અત્યંત જરૂરી પાણી માટે વલખા મારવાનો વારો લાવી દીધો છે રોજ બરોજ નાહવા ધોવા અને અન્ય કમો માટે મહત્વ મળતું જીવન જીવવા માટેનું પાણી અચાનક આવો કાપ મૂકતા વિસ્તારના લોકો રોસે ભરાયાં છે