Vadodara

20 દિવસ બાદ આખરે મેયર પિન્કીબેન સાજા થઈ ઓફિસ આવ્યા!

મેયર પિંકી સોનીની તબિયત સુધારા પર હોવાથી તેમણે પાલિકાની કચેરીએ આવવાની શરૂઆત કરી


વડોદરાના મેયર પિંકીબેન સોનીની તબિયત સુધારા પર હોવાથી તેમણે સોમવારથી પાલિકાની કચેરીએ આવવાની શરૂઆત કરી હતી. આજે 20 દિવસ બાદ ઓફિસમાં આવતા અધિકારીઓ અને હોદ્દેદારો ખબર પૂછવા દોડી ગયા હતા.
લાંબા સમય બાદ પાલિકામાં દેખાયેલા મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે, શરૂઆતમાં મને પથરીનો દુખાવો થયો હતો. ત્યારબાદ 4 દિવસ સુધી હું હોસ્પિટલાઇઝ્ડ હતી. ત્યારબાદ ગત અઠવાડિયે એકાદ દિવસ સર્કિટ હાઉસમાં વિશ્વામિત્રી નદીના પ્રેઝન્ટેશનમાં હું હાજર હતી. તેમાં બે પ્રેઝન્ટેશન પતી ગયા બાદ મને તબિયત નાદુરસ્ત જણાતા મે ત્યાંથી સીધી જ ડોક્ટર પાસે જઇને તપાસ કરાવી હતી. હોસ્પિટલાઇઝ્ડ દરમિયાન ગરદન અકડાઈ ગઇ હોવાની ફરિયાદ હતી. ત્યારબાદ ઓર્થોપેડીક તબીબ પાસે તપાસ કરાવી હતી. મણકામાં ગેપ બની હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, મારા વિશે જે કોઇ વાત ચર્ચાતી હતી, તે તમામ અફવાહ હતી. મારે આરામ કરવાનો હોવાથી તે માટે હુ આરામ કરી રહી હતી. મારી ગેરહાજરીમાં સભા પણ યોજાઇ છે. વડોદરાના વિકાસની ગતિ ચાલી જ રહી છે. ચૂંટાયેલા અને વહીવટી પાંખ લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. હું હોસ્પિટલાઇઝ હતી. ત્યારથી જ શહેરના વિશ્વામિત્રી પરના દબાણો દૂર કરવાની કામગીરી કરી દેવામાં આવી છે. આગામી સમયમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલશે. થોડાક દિવસ હું વધુ સમય નહીં આપી શકું. લાંબા સમય સુધી બેસવું-ચાલવું ના જોઇએ એવું તબીબોએ મને સૂચન કર્યું છે.

Most Popular

To Top