World

મલેશિયામાં 2 આર્મી હેલિકોપ્ટર ક્રેશ, 10 ક્રૂ મેમ્બર્સના મોત, VIDEO

નવી દિલ્હી: મલેશિયામાં (Malaysia) નેવલ બેઝ (Naval Base) પાસે એક મોટો અકસ્માત (Accident) થયો છે. રોયલ મલેશિયા નૌકાદળના બે હેલિકોપ્ટર (Helicopter) હવામાં અથડાયા હતા. આ હેલિકોપ્ટર્સ મે મહિનામાં મલેશિયામાં યોજાનાર સમારોહ માટે રિહર્સલ કરી રહ્યા હતા, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે.

મલેશિયન નેવીના જણાવ્યા અનુસાર રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન આ અકસ્માત થયો હતો. માર્યા ગયેલા તમામ લોકો નેવી ક્રૂ મેમ્બર હતા. તેમજ દુર્ઘટના મંગળવારે સવારે 9.30 વાગ્યે પેરાકના લુમુત નેવલ બેઝ પર બની હતી. આ અકસ્માત એક હેલિકોપ્ટરનું રોટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતા સર્જાયો હતો. જેમાં એક હેલિકોપ્ટર રનિંગ ટ્રેક પર ક્રેશ થયું હતું. અન્ય એક નજીકના સ્વિમિંગ પુલમાં જ્પડ્યું હતું. તમામ મૃતદેહોને લુમુત આર્મી બેઝની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની ઓળખ કરવામાં આવશે.

નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પૂલમાં પડ્યું હતું.

આ ઘટના પર મલેશિયન નેવીએ શું કહ્યું?
મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર 3 થી 5 મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા.

તેમજ મૃતદેહોને ઓળખ માટે લુમુત એર બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી. પ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમીટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ ઘટનાએ દેશમાં વારંવાર મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓને લઈને ચિંતા વધારી દીધી છે. ગયા મહિને જ મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી (MMEA) હેલિકોપ્ટર બચાવ કવાયત દરમિયાન પુલાઉ અંગસા, સેલાંગોર નજીક ક્રેશ થયું હતું. આ ઘટના 5 માર્ચે બની હતી, જેમાં પાયલટ સહિત બે લોકોના મોત થયા હતા.

આ સાથે જ ગયા વર્ષે પણ મલેશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

Most Popular

To Top