Gujarat

બે વર્ષમાં 2.84 લાખ બેંક ખાતા અનફ્રીઝ કરાયા

ગાંધીનગર : રાજ્યમાં સાયબર ફ્રોડ કેસોની તપાસ દરમિયાન ફ્રીઝ થયેલા નિર્દોષ નાગરિકોના બેંક ખાતાઓ અનફ્રીઝ કરવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. છેલ્લા બે વર્ષમાં કુલ 2,84,779 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે.

વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ સરકારી માહિતી મુજબ 01 જાન્યુઆરી 2024 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન 2,47,587 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 37,192 ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આમ બે વર્ષમાં કુલ 2.84 લાખથી વધુ ખાતાઓ અનફ્રીઝ થતા નિર્દોષ નાગરિકોને મોટી રાહત મળી છે.

સરકારે વધુમાં જણાવ્યું કે ફ્રીઝ થયેલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવા માટે ઓનલાઈન પોર્ટલની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા નાગરિકો કોઈપણ સ્થળેથી અને કોઈપણ સમયે ઓનલાઈન અરજી કરી શકે છે. આ વ્યવસ્થા હોવાથી અરજદારે કચેરીમાં રૂબરૂ હાજર રહેવાની જરૂર પડતી નથી.

Most Popular

To Top