આ વર્ષે રક્ષાબંધન 19 ને સોમવારે સવારે 5:32 થી બપોરે 1:32 સુધી ભદ્રા કાળ રહેશે માટે ભદ્રા રહિત કાળ એટલે કે બપોરે 1.34 પછી રાત્રે 9:07 કલાક સુધી કરવી આપણા શાસ્ત્રમાં તહેવારોનું એક વિશેષ મહત્વ છે અને તેમાં શ્રાવણ શુદ પૂર્ણિમા નું ખૂબ મહત્વ છે, રક્ષાબંધન એ ભાઈ અને બહેનનું પવિત્ર તહેવાર છે અને આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાવાસ છે જે બપોરે 01:34 મિનિટ સુધી રહેશે ત્યારબાદ રક્ષાબંધન કરવી એ શાસ્ત્ર સંમત છે.
અને જન્મ અનાશમાં રક્ષાબંધન વિશે મત મતાંતર ચાલી રહ્યા છે કે રક્ષાબંધન ક્યારે કરવું રક્ષાબંધન શ્રાવણ સુદ પૂર્ણિમાના દીને બપોરે 1:34 મિનિટ પછી ભદ્રા રહિતકાળમાં કરવું શુભ મનાય છે.
વિશેષ ઘર માં સુખ શાંતિ આનંદ અને વ્યાપાર માં વૃદ્ધિ માટે આરોગ્ય માટે સોમવાર અને પૂર્ણિમાનો દિવસ છે સોમવારને પૂર્ણિમા આવતી હોય ત્યારે એક વિશેષ યોગ સર્જાતો હોય છે અને આજના દિવસે ખાસ શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે તો ભગવાન શિવની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ લાભ થાય છે. ભગવાન શિવને આજના દિવસે દૂધ જળ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ, સાથે બિલવા નું પણ એક વિશેષ મહત્વ છે માટે આજના દિવસે ભગવાન શિવનું પૂજન અર્ચન એ લાભ કરતા છે
વિશેષ કરી આજ ના દિવસે બિલ્વ વૃક્ષ ના નજીક એક ઘી નો દીવો કરવો અને બિલ્વ વૃક્ષ પર દૂધ અને જળ ચઢાવવું લાભ કારી રહેશે.
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી