Vadodara

17 મી જુલાઇના રોજ શહેરમાં તાજીયા વિસર્જનને લઇને પોલીસ કમિશનર સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરસિયા તળાવની મુલાકાત લીધી..

મુસ્લિમ બિરાદરો માટે મહોરમ પર્વ એ પવિત્ર માનવામાં આવે છે કરબલાના શહિદોની યાદમાં મહોરમ માસમાં કુરાન ખવાનીના પઠન અને નિયાઝ નું આયોજન કરવામાં આવે છે

કરબલા શરીફ ના જંગ ને આજે સદીઓ વિતવા છતાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો દર વર્ષે પરંપરાગત રીતે મહોરમ માસના પ્રથમ દસ દિવસ હઝરત ઇમામ હુસેન રદી. સહીત કરબલાના શહીદોની યાદમાં ખીરાજે અકિદત પેશ કરવા તાજીયાની સ્થાપના તેમજ કુરાન ખવાનીના પઠન અને નિયાઝ નું આયોજન કરતા હોય છે,તારીખ 17 જુલાઈ 2024 બુધવારના રોજ આસુરા એટલે તાજીયા વિસર્જન હોય શનિવારના રોજવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમહા કોમર એ ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયા, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જાડેજા, એસીપી ભોજાની, સીટી પી.આઈ. ચૌહાણ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સરસિયા તળાવની મુલાકાત લીધી હતી અને તાજીયા વિસર્જનના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.

Most Popular

To Top