National

16 વર્ષોથી ‘આત્મનિર્ભર’ ભારત હવે ‘વિશ્વનિર્ભર’, આ દેશો ભારતની મદદે આવ્યા

નવી દિલ્હી: 16 વર્ષોની ‘આત્મનિર્ભર’ (self-reliant) ભારતની નીતિ (Indian policy) હવે ભારતે બદલી છે અને દેશમાં ઑક્સિજન, (oxygen) દવાઓ (medicine) અને સાધનોની તંગી છે ત્યારે વિદેશોમાંથી ગિફ્ટ્સ, દાન અને મદદ (taking help) સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. 40થી વધુ દેશો ભારતની મદદે આવ્યા છે. ભૂટાન (Bhutan) ઑક્સિજન સપ્લાય કરવાનું છે. અમેરિકા (America) આવતા મહિને ભારતને કોવિશીલ્ડ રસી આપે એવી વકી છે.

વર્તુળોના જણાવ્યા મુજબ આ અભિગમમાં અન્ય બે ફેરફાર પણ આવ્યા છે. ભારતને હવે ચીનથી ઑક્સિજન સંબંધી સાધનો અને જીવન રક્ષક દવાઓ મેળવવામાં કોઇ ‘વૈચારિક વાંધો’ નથી. પાકિસ્તાનની મદદ અંગે નવી દિલ્હીએ હજી નિર્ણય લીધો નથી કે એ સ્વીકારવી કે કેમ. જો કે એ નહીં સ્વીકારાય એમ લાગે છે. વળી રારાજ્ય સરકારો પણ વિદેશી એજન્સીઓમાંથી લાઇફ સેવિંગ ડિવાઇસીસ અને દવાઓ મેળવવવા મુક્ત છે અને કેન્દ્ર વચ્ચે નહીં આવે.

અત્યાર સુધી ભારતની વ્યૂહરચના આત્મનિર્ભર અને પોતે ઉભરતી શક્તિ હોવાનું પ્રદર્શિત કરવાની રહી છે. મનમોહન સિંહની યુપીએ સરકારે વિદેશની મદદ નહીં સ્વીકારવાનું નક્કી કર્યું હતું.

ભારતે આ આપદાઓમાં મદદ સ્વીકારી હતી

ઉત્તરકાશી ભૂકંપ (1991)
લાતુર ભૂકંપ ( 1993)
ગુજરાત ભૂકંપ (2001)
બંગાળ વાવાઝોડું (2002)
બિહાર પૂર (જુલાઇ 2004)

ડિસેમ્બર 2004ની સુનામી બાદ મનમોહને કહ્યું હતું: અમે પહોંચી વળીશું
ડિસેમ્બર 2004માં ભારતમાં ભયાનક સુનામી ત્રાટકી ત્યારબાદ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે જે કહ્યું હતું એ બહુ પ્રખ્યાત થયું હતું. તેમણે કહ્યું હતું કે અમને લાગે છે કે અમે જાતે જ આ સ્થિતિને પહોંચી વળીશું અને જરૂર પડે તો જ એમની મદદ લઇશું. પછી તો આ નીતિ બની ગઈ અને ભારતે 16 વર્ષોમાં ઘણી આપદાઓ આવી પણ વિદેશી મદદનો નમ્ર ઇનકાર કર્યો.

આ આપદામાં મદદ ન લેવાઇ

ઉત્તરાખંડ પૂર (2013)
કાશ્મીર ભૂકંપ (2005)
કાશ્મીર પૂર (2014)

2018ના ઑગસ્ટમાં કેરળમાં ભયાનક પૂર આવ્યું ત્યારે રાજ્ય સરકારે કહ્યું કે યુએઇએ રૂ. 700 કરોડની મદદ ઑફર કરી છે. કેન્દ્રએ ત્યારે પણ કોઇ આંતરરાષ્ટ્રીય મદદનો ઇનકાર કર્યો હતો અને એના લીધે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો.

Most Popular

To Top