નવી દિલ્હી: કેજરીવાલ (Kejariwal)ના મંત્રી (Minister) સત્યેન્દ્ર જૈન(Satyendr Jain)ની મુશ્કેલી વધી છે. તેઓના નજીકના મિત્ર પાસેથી 2.82 કરોડ રોકડા(Cash) અને 133 સોનાના સિક્કા(Gold Coine) મળ્યા છે. મળતી માહિતી મુજબ EDએ જૈનના નજીકના મિત્ર(Friend)ના ઘરેથી 2.82 કરોડ રૂપિયા રોકડા અને મોટી માત્રામાં સોનું(Gold) રિકવર કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે દરોડામાં મોટી રકમની સાથે 133 સોનાના સિક્કા પણ મળી આવ્યા છે.
સત્યેન્દ્ર જૈનની સાથે હવાલા ઓપરેટરોના સ્થાનો પર પણ દરોડા
EDની ટીમો મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા સત્યેન્દ્ર જૈનના ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે. તેમજ ED દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની સાથે હવાલા ઓપરેટરોના સ્થાનો પર દરોડા પાડી રહી છે. જેના આગલા દિવસે, જૈનના નજીકના મિત્રના ઘરેથી લગભગ ત્રણ કરોડ રોકડ મળી આવી હતી. જેના પગલે ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 30 મેના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સત્યેન્દ્ર જૈનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જૈન 9 જૂન સુધી EDની કસ્ટડીમાં રહેશે.
પરિવારના અન્ય બે સભ્યો પણ ષડયંત્રનો ભાગ
અરવિંદ કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈન, જેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેણે કથિત રીતે રૂ. 16 કરોડથી વધુની લોન્ડરિંગ કરી છે. તેમના પરિવારની સાથે જૈન પરિવારના અન્ય બે સભ્યો પણ આ મોટા ષડયંત્રનો ભાગ હોવાના કારણે EDના સ્કેનર હેઠળ છે.
સત્યેન્દ્ર જૈન સામે તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સત્યેન્દ્ર જૈન પર તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તેમની બે પુત્રીઓ સહિત તેમના પરિવારના સભ્યોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. આ મામલે સુત્રોના જણાવ્યા મુજબ, સત્યેન્દ્ર જૈનની પત્ની અને બે પુત્રીઓએ સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલી કંપનીઓ પાસેથી બિઝનેસની આડમાં કરોડો રૂપિયા મેળવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સત્યેન્દ્ર કુમાર જૈન, તેમના પરિવાર અને મિત્રોનો દિલ્હીમાં ચાર કંપનીઓમાં નિયંત્રણ અને હિસ્સો ધરાવતા હતા. દિલ્હી સરકારનો ભાગ બનતા પહેલા સત્યેન્દ્ર જૈન ચારમાંથી ત્રણ ફર્મના ડિરેક્ટરોમાંના એક હતા.