Vadodara

13 દિવસ પહેલા પ્રેમ લગ્ન કર્યા, સાસરિયાંએ પત્નીને નહિ મોકલતા ઇન્સ્ટા પર સુસાઇડ નોટ મૂકી મહીસાગરમાં ઝંપલાવ્યું

સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામે પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પરથી એક યુવકે પડતું મૂકીને આ બાબતે ઇન્સ્ટાગ્રામ પર સ્યુસાઈડ નોટ મૂકીને નદીમાં ઝંપલાવતા ડૂબીને મૃત્યુ પામ્યો છે મૃતક નો મૃતદેહ સ્થાનિક તરવૈયા ઓ એ શોધી કાઢ્યો છે



સાવલી |
સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામે પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પરથી એક યુવકે પડતું મૂકીને આ બાબતે ઇન્સ્ટાગ્રામ પર સ્યુસાઈડ નોટ મૂકીને નદીમાં ઝંપલાવતા ડૂબીને મૃત્યુ પામ્યો છે મૃતક નો મૃતદેહ સ્થાનિક તરવૈયા ઓ એ શોધી કાઢ્યો છે.



સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અજય ભાઈ રમેશ ભાઇ પાટણ વાડિયા રહે ભીમનાથ ભાગોળ સાવલી ના યુવકે આજરોજ બપોરે પોઇચા મુકામે પસાર થતી મહી નદીમાં ભૂસકો મારીને આત્મહત્યા કરી લીધી છે યુવક ની આત્મહત્યા ના પગલે ભારે લોકટોળા ભેગા થઈ ગયા હતા.પરિવારજનો આક્રંદ કરતા જોવા મળતા હતા મરતા પહેલા યુવકે ઇન્સ્ટા ગ્રામ પર સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી હતી. ચર્ચા મુજબ મરનાર યુવકે ૧૪ મે ના રોજ નેહા નામની યુવતી સાથે મેરેજ રજીસ્ટર કર્યા હતા અને આ બાબતે કૂદકો મારતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી હતી.



યુવક અને યુવતી બંને પ્રેમ પ્રકરણમાં હતા અને ૧૪ મે એ રજીસ્ટર મેરેજ કર્યા હતા અને પોતાની પત્ની ના પરિવાર જનો એ પત્ની ને મોકલવાનું ના કહેતા માઠું લાગી આવતા નદીમાં કુદીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આત્મહત્યા કરતા પહેલા પોતાનો મેરેજ સર્ટિફિકેટ અને એક નોટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. મરનાર યુવક સાવલી કોલેજ માં અભ્યાસ કરતો હતો. પોતાની પ્રેમિકા સાથે તેના કુટુંબીજનો નહિ મળવા દે અને નહિ સ્વીકારે તેવી ધારણા થી આત્મહત્યા કરી લીધી હતી. વિરહ સહન ના થતા મહી નદીમાં ભૂસકો મારીને જીવન ટૂંકાવી દીધુ છે. વડોદરા ની ફાયર બ્રિગેડ ને બોલાવવામાં આવી હતી. પરંતુ સ્થાનિક તરવૈયા ઓ એ મૃતદેહ શોધી કાઢ્યો હતો. સાવલી પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી ને મૃતદેહ ને જનામોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો છે. પી એમ કરાવી મૃતક ના પરિવાર જનો ને શબ સોંપવા આગળની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top