Vadodara

13 તારીખે હોળી ભદ્રા રહિત કાલમાં હોલિકા દહન કરવું

તારીખ 14માર્ચ ને ધુળેટી સાથે ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી

તારીખ 13માર્ચ ગુરૂવારે ફાગણ સુદ પૂર્ણિમા ને હોળી છે આ દિવસે સવારે 10 ને 37 મિનિટ થી પૂર્ણિમા બેસે છે જે 14 તારીખ ના બપોરે 12:25 મિનિટ સુધી છે અને વિષ્ટિ કરણ એટલે ભદ્રા છે ભદ્રા સવારે 10:37 મિનિટ થી રાત્રે 11:28 મિનિટ સુધી છે આપણા શાસ્ત્રમાં લખેલું છે કે ભદ્રામાં હોળી અને રક્ષાબંધન ન કરવા જોઈએ માટે આ વર્ષે રાત્રે 11:28 મિનિટ થી 12:25 સુધી હોળી પ્રગટાવવી શુભ છે. સાથે તારીખ 14 માર્ચ ને શુક્રવાર ના ધુળેટીનો ઉત્સવ મનાવશે અને એજ દિવસે કન્યા રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને ગ્રહણના લગતા નિયમો પણ પાળવાની જરૂર નથી પરંતુ આ ચંદ્રગ્રહણનો પ્રભાવ દેશ દુનિયામાં જોવા મળશે. આ ચંદ્રગ્રહણ અમેરિકા, પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ યુરોપ અને પેસિફિકમાં જ દેખાશે ભારતીય સમય અનુસાર ભૂમંડળ પર ગ્રહણનો સ્પર્શ સવારે 10 કલાકની 39 મિનિટ થશે ગ્રહણનું મધ્ય બપોરે 12 કલાકને 28 મિનિટ થશે અને ગ્રહણનો મોક્ષ બપોરે 2 કલાક અને 17 મિનિટ થશે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થનારું છે સાથે આ ગ્રહણનો પ્રભાવ કન્યા રાશિ, મકર રાશિ, મીન રાશિ, કર્ક રાશિ, મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ પર વિશેષ જોવા મળશે સાથે વૃષભ,મિથુન,સિંહ,તુલા,ધન અને કુંભ રાશિ ના જાતકોને પર શુભ પ્રભાવ જોવા મળશે. દેશ દુનિયાની વાત કરીએ તો આ ગ્રહણના વિશેષ પ્રભાવમાં જનમ માનસમાં ઉગ્રતા , આગ જનીના બનાવો,માનવસર્જિત ઉપદ્રવો,વાતાવરણમાં રોગચાળા ની સમસ્યા અથવા રોગચાળો વકરવો,ઘણા દેશો વચ્ચે ઉગ્રતા વધે અને ઉપદ્રવો થાય,શેર બજાર માં પણ મોટા પાયે ઉતાર ચડાવ જોવા મળે તેમ
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું છે.

બારે રાશિનાં જાતકો પર પ્રભાવ

મેષ – વિવાદો ને ટાળવા
વૃષભ – ઉતાવળે નિર્ણય ન લેવા,સફળતા મળે

મિથુન – લાભ ની તકો મળે

કર્ક – ઉગ્રતા થી બચવું ,શારીરિક તનાવો થી બચવું

સિંહ – સંતના થી લાભ , કાર્ય લાભ

કન્યા – પારિવારિક અને સરકારી ઉપદ્રવો થી બચવું બને તો ટાળવા નો પ્રયાસ કરવો

તુલા – લાભ ની તકો મળે પરંતુ કોઈ ના જામીન દાર ખૂબ વિચારી ને બનવું

વૃશ્ચિક – વ્યાપારિક કાર્ય માં ઉતાવળે અને વિશ્વાસ માં નિર્ણયો ન લેવા ,ઉગ્રતા થી બચવું

ધન – સારા સુખ ના સંકેત

મકર – ક્રોધ વશ નિર્ણય અને કાર્યો ન કરવા,શારીરિક ગર્મી થી બચવું,ધીરજ થી નિર્ણયો લેવા લાભ કારી

કુંભ – વિવાદો થી બચવું , લાભ ની તકો ઉભી થાય

મીન – આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું ,અને યોગ્ય નિર્ણય થી લાભ થાય

Most Popular

To Top