ગાંધીનગર: રાજ્ય પોલીસમાં એલઆરડી ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવારો પાસ થયા છે. જેમાં 8782 પુરુષ અને 3117 મહિલા ઉમેદવાર પાસ થયા છે.
રાજ્ય પોલીસ દળમાં લોક રક્ષક ભરતી 2024 માટે આજે ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું છે. આ આખરી યાદી રાજ્યના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને સોંપવામાં આવી છે. હવે લોકરક્ષક ભરતી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પોલીસ દળ જોડાય જશે.
રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 10.73.786 ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. તે પૈકી 2.47.804 ઉમેદવારોએ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાઇડ થયા હતા. ક્વોલીફાઈડ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 15 જૂન 2025ના રોજ યોજવામાં આવી રહી હતી. લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવાર પૈકી દસ્તાવેજ ચકાસણી માટે ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 ડિસેમ્બર 2025ના રોજ હંગામી યાદી જાહેર કરી હતી. લોકરક્ષક કેડરની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તેવા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી અને અન્ય ઉમેદવારોને તક મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાં 338 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી હતી.