ગુજરાત તેમજ રાજસ્થાનમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલ હતો
ગુજરાતના અમદાવાદ જીલ્લાના અસલાલી, હાલોલ રૂરલ તથા વલસાડ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે દારુ સપ્લાય કરનાર અને બિશ્નોઇ ગેંગનો મુખ્ય સાગરીત પૈકીના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી સુરેશ કેશારામ ઉર્ફે ક્રીષ્ણારામ બિશ્નોઇને વડોદરા શહેર પીસીબીની ટીમે ગોવા ખાતેથી ઝડપી પાડ્યો હતો.
પો.ઇન્સ સી.બી.ટંડેલ, પી.સી.બી. નાઓએ પી.સી.બી. સ્ટાફને ગુનાઓમાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શનને આધારે ગુજરાતમાં પ્રોહીબીશનનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતી બિશ્નોઇ ગેંગ કે જે હરીયાણા તેમજ ગોવા ખાતેથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં પ્રોહીબીશન ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા હોય આ ગેંગ ઉપર જરૂરી વોચ તેમજ તેના એકટીવ સભ્યો વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓને ધ્યાને લઈ પી.સી.બી. દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તથા બાતમીદારો એકટીવ કરવામાં આવ્યા હતા જે દરમ્યાન
શહેરનાં માંજલપુર પોલીસ સ્ટેશન (૨) મકરપુરા પોલીસ સ્ટેશન તથા હરણી પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રોહિના ગુનાઓ પી.સી.બી. દ્વારા શોધી કાઢવામાં આવેલ હતા અને આ તમામ ગુનાઓમાં કુલ્લે કીમત રૂપિયા 1,21,86,000/- નો પ્રોહીબીશન મુદામાલ મળી કુલ્લે કીમત રૂપિયા 164,64,620/- નો કુલ્લે મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. અને આ ગુનાઓમાં તેમજ અમદાવાદ જીલ્લાના અસલાલી, હાલોલ રૂરલ તથા વલસાડ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે દારુ સપ્લાય કરનાર અને બિશ્નોઇ ગેંગનો મુખ્ય સાગરીત પૈકીનો ગુનાઓમાં વોન્ટેડ આરોપી સુરેશ કેશારામ ઉર્ફે ક્રીષ્ણારામ બિશ્નોઇને ગુનાઓમાં પકડવાનો બાકી હોય તેમજ ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં પણ આ આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલ અને પકડવાનો બાકી હોય આ નાસતો ફરતો આરોપી ગોવા ખાતે રહી પ્રોહીબીશનનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતીના આધારે વડોદરા શહેર પી.સી.બી.ની ટીમે પોતે ભાડુઆત તરીકે રહી મકાનો શોધવા માટે વેશ પલટો કરી ત્રણ દિવસ સુધી તે વિસ્તારમાં વોચમાં રહી ગુનાઓમાં સંડોવાયેલા સુરેશ બિશ્નોઇને ઝડપી પાડી માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં અટકાયતમાં લઇ કોર્ટ કસ્ટડીમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવી આગળની વધુ તપાસ પી.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપી સુરેશ ઉર્ફે સુનિલ ક્રિષ્ણારામ બિશ્નોઇ (ઢાકા)ઉ.વ.23રહે. બારુડી ગામ,તાલુકો ગુમાવાની,જી.બાડમેર, રાજસ્થાન સામે રાજસ્થાન ઉપરાંત માંજલપુર, મકરપુરા,હાલોલ રુરલ, વલસાડ ભીલાડ પોલીસ સ્ટેશન તથા સુરતના પલસાણા પોલીસ સ્ટેશન સહિતના 11ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.