Vadodara

100 થી વધુ ડોકટરો ભાજપમાં જોડાયા :

વડોદરા ભાજપનો પક્ષ જોડો કાર્યક્રમ યોજાયો :

ફાર્મસીસ્ટ આર્કિટેક્ટ, એન્જીનીયર,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,સહિત વિવિધ પ્રોફેશન સાથે જોડાયેલા બુદ્ધિજીવીઓ પણ ભાજપમાં જોડાશે :

( પ્રતિનિધિ ) વડોદરા તા.25

લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા પક્ષ જોડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 100 થી વધુ તબીબો ભાજપમાં જોડાયા હતા.

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં 400 ઉપરાંત બેઠકો મેળવવાના લક્ષ્યાંક સાથે ભરતી મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ માંથી ભાજપમાં આવવા માંગતા નાના માં નાના કાર્યકરો માટે પણ લાલ જાજમ બિછાવવામાં આવી છે. વડોદરા મહાનગર ભાજપ ના ડોકટર સેલ દ્વારા એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેરમાં પ્રેક્ટિસ કરતા 100 ઉપરાંત તબીબોએ વિધિવત ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શહેર પ્રમુખ ડો.વિજય શાહ સહિત મધ્ય ગુજરાત ડોકટર સેલના કન્વીનર ડો.મિતેષ શાહની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પણ હાજર રહ્યા હતા. ડો.વિજય શાહે જણાવ્યું હતું કે આવનાર 3 માર્ચે શહેરના ફાર્મસીસ્ટ પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાવવાના છે. જે બાદ આર્કિટેક્ટ,એન્જીનીયર,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,સહિત વિવિધ પ્રોફેશન સાથે જોડાયેલા બુદ્ધિજીવીઓ ભાજપમાં જોડાશે.મહત્વનું છે કે, શહેર પ્રમુખ ડો.વિજય શાહ પોતે પણ લોકસભાની ચૂંટણીમાં પોતાની દાવેદારી કરી રહ્યા છે. ત્યારે ઈંટલેચ્યુલ વર્ગને ભાજપમાં જોડીને પોતાની દાવેદારીને વધુ મજબૂત કરવાની મડાગાંઠ ચાલી રહી છે

To Top