Vadodara

₹7,672.71 કરોડનું વડોદરા મ્યુનિસિપલ ડ્રાફ્ટ બજેટ સ્થાયીમાં મંજૂર

વેરામાં કોઈ વધારો નહીં, વિકાસ–પારદર્શિતા–ડિજિટલ ગવર્નન્સ પર ભાર
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના રિવાઇઝ્ડ અંદાજપત્ર તથા વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટને આજે સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા ₹7,609.63 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સુધારા કરીને સ્થાયી સમિતિએ કુલ ₹7,672.71 કરોડના બજેટને સર્વસંમતિથી મંજૂરી આપી છે.
ખાસ નોંધપાત્ર બાબત એ છે કે નાગરિકો પર કોઈપણ પ્રકારનો નવો વેરો કે વધારાનો કર લગાવવામાં આવ્યો નથી, જ્યારે આવક વધારવા અને ખર્ચમાં શિસ્ત લાવવા માટે વ્યાપક વહીવટી સુધારા સૂચવવામાં આવ્યા છે. હવે આ બજેટ આખરી મંજૂરી માટે સામાન્ય સભા (બોર્ડ) સમક્ષ રજૂ કરવામાં આવશે.
🟦 વેરા અને આવક સંબંધી મોટા નિર્ણય
*CC (Completion Certificate) આપતા પહેલાં ફરજિયાત મિલકત આકારણી
*બાકી વેરાની વસૂલાતમાં કડકાઈ
*વેરા બિલમાં QR કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ સુવિધા
*બાકી વેરા માટે વ્યાજ માફી યોજના, એડવાન્સ રિબેટ અને લોકઅદાલત
🟦 : ખર્ચમાં કાપ અને વહીવટી પારદર્શિતા
*હેલ્થ વિભાગમાં રાજ્ય ગ્રાન્ટ કર્મચારીઓ માટે અલગ શિડ્યૂલ
મહેકમ ખર્ચના ટકાવારમાં ઘટાડો
*પાલિકાની આવકનું દર ત્રણ મહિને ફરજિયાત ઓડિટ રિપોર્ટ
સ્ક્રેપ અને કન્ડમ પોલિસી અમલમાં મૂકવાનો નિર્ણય
🟦 : ટ્રાફિક અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
*સમા–સાવલીથી સેવાસી સુધીનો 30 મીટર ઈનર રિંગ રોડ કાર્યરત કરાશે
*લાલબાગથી જેલ રોડ સુધી એલિવેટેડ કોરિડોર માટે DPR અને સર્વે
*જૂની જર્જરિત પાલિકા ઈમારતો તોડી નવી સુવિધાયુક્ત બિલ્ડિંગ
🟦 પાણી વ્યવસ્થાપન અને પર્યાવરણ
*પ્રતાપપુરા સરોવર માટે અલગ બજેટ જોગવાઈ
*શહેરના તળાવો ઇન્ટરલિંક કરવા ટેકનિકલ સર્વે
*પૂર નિયંત્રણ અને ઉનાળાની પાણી અછત નિવારણ પર ભાર
🟦: મહિલા સુરક્ષા અને નાગરિક સુવિધા
*શહેરમાં પિન્ક ટોયલેટ અને પિન્ક ફીડિંગ રૂમ
*રમતગમતને પ્રોત્સાહન માટે નવી સ્પોર્ટ્સ પોલિસી
*નગર ગૃહની પાલિકા ટિકિટ 12થી વધારી 20
🟦 : ડિજિટલ ગવર્નન્સ અને AI પહેલ
*પાલિકામાં AI લેબ અને ડેટા સેન્ટર સ્થાપન
*તમામ ડેટા Gantt Chart અને Dashboard સ્વરૂપે ઉપલબ્ધ
*વિભાગો વચ્ચે સંકલન માટે Co-ordination Cell
*આપત્તિ વ્યવસ્થાપન માટે Shadow Command Control Centre
🟦 આર્થિક શિસ્ત અને નીતિ સુધારા
*આર્બિટ્રેશન કેસોમાં સિનિયર વકીલોની સમિતિ
*સમાધાનકારી અભિગમથી નાણાકીય ભારણ ઘટાડવાનો પ્રયાસ
*ભાડા, શોપિંગ સેન્ટર અને પ્લોટ માટે નવી નીતિ
*CSR આધારિત વિકાસ કાર્યો માટે અલગ સેલ
*આર્બિટ્રેશનમાં ગયેલા કોન્ટ્રાક્ટરોને નવા કામ નહીં
હાઇલાઇટ્સ એક નજરે
✔️ ₹7,672.71 કરોડનું બજેટ
✔️ વેરામાં કોઈ વધારો નહીં
✔️ 18 ક્રાંતિકારી સૂચનો
✔️ રોડ–પાણી–AI–મહિલા સુરક્ષા પર ફોકસ
✔️ ડિજિટલ અને પારદર્શી પાલિકા તરફ પગલું

સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, વડોદરા શહેરને સર્વાંગી, સર્વસ્પર્શી અને સર્વસમાવેશક વિકાસના પથ પર આગળ વધારવા માટે મહાનગરપાલિકા દ્વારા નીતિ, પ્રોજેક્ટ અને મોનિટરિંગ પર કેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલ વર્ષ 2025-26નું રૂ. 7000.71 કરોડનું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2026-27નું રૂ. 7609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં ત્રણ દિવસ સુધી પાંચ સેશનમાં ગહન ચર્ચા બાદ, કરવેરા કે લાગતમાં કોઈપણ પ્રકારના વધારા વિના મંજૂર કરવામાં આવ્યું છે. ચર્ચાના અંતે વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રૂ. 7672.21 કરોડ નક્કી કરવામાં આવ્યું છે.
બજેટમાં આવક વધારવા સાથે ખર્ચ પર નિયંત્રણ અને વહીવટી પારદર્શિતા જાળવવાનો સ્પષ્ટ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. રેવન્યુ આવકમાં વધારો, અનાવશ્યક ખર્ચમાં ઘટાડો અને કેપિટલ રોકાણ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક સુવિધાઓને મજબૂત બનાવવાની દિશામાં પગલાં લેવાયા છે.
શ્રી મિસ્ત્રીએ ઉમેર્યું કે, 5P (Policy, Perseverance, Progress, Prosperity, Peace) અને 5E (Energy, Ethics, Excellence, Economy, Ecology)ના સિદ્ધાંતો સાથે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ, રેઝિલિયન્ટ, ગ્રીન અને સસ્ટેનેબલ શહેરના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે, જેનાથી નાગરિકોના જીવન ધોરણમાં ગુણાત્મક સુધારો થશે.

Most Popular

To Top