ઉર્જા અને આત્મબળની પ્રાપ્તિ માટે દેવી સાધના પૂજન અર્ચનનું વિશેષ મહત્વ
નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રી નું પૂજન,બીજા દિવસે બ્રહ્મચારીણી માતાનું પૂજન,ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાનું પૂજન,ચોથા દિવસે કુષ્માંડા માતાનું પૂજન, પાંચમ દિવસે સ્કંધ માતાનું પૂજન,છઠ્ઠા દિવસે કાત્યાયની માતાનું પૂજન,સાતમા દિવસે કાલરાત્રી માતાનું પૂજન,આઠમા દિવસે મહાગૌરી માતાનું પૂજન અને નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાનું પૂજન કરવામાં આવે છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
હિન્દુ શાસ્ત્રોમાં ચાર નવરાત્રીનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ચૈત્ર માસમાં આવતી ચૈત્રી નવરાત્રી, આસો માસમાં આવતી શારદીય નવરાત્રી, માઘ અને અને અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રી. માઘી નવરાત્રી એટલે કે મહા મહિનાની ગુપ્ત નવરાત્રી એ સાધના અને ઉપાસનાનું પર્વ છે. મહા માસની ગુપ્ત નવરાત્રીમાં કરેલી સાધના શ્રેષ્ઠ ફળદાયી છે.
મનુષ્ય જીવન શક્તિ વગર વ્યર્થ છે. શક્તિ એટલે ઊર્જા આત્મબળ અને એ જ ઉર્જા અને આત્મબળની પ્રાપ્તિ માટે દેવીની સાધના,પૂજન અને અર્ચનનું વિશેષ મહત્વ છે. નવરાત્રી એ આત્મબળ આત્મ ઉર્જા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આત્મબળ આત્મઉર્જાની પ્રાપ્તિ થવાથી મનુષ્ય પોતાના જીવનમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરે છે.નવરાત્રીના નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોના પૂજન અર્ચનનું ખૂબ મહત્વ છે અને તેમની ભક્તિ કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીનું પૂજન,બીજા દિવસે બ્રહ્મચારીણી માતાનું પૂજન,ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાનું પૂજન,ચોથા દિવસે કુષ્માંડા માતાનું પૂજન,પાંચમ દિવસે સ્કંધ માતાનું પૂજન,છઠ્ઠા દિવસે કાત્યાયની માતાનું પૂજન,સાતમા દિવસે કાલરાત્રી માતાનું પૂજન,આઠમા દિવસે મહાગૌરી માતાનું પૂજન અને નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાનું પૂજન આમ નવરાત્રીના નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોનું પૂજન અર્ચન લાલ પુષ્પ,ધૂપ, દિપ અને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી કરવું લાભ કારી રહે છે.
નવરાત્રી દરમ્યાન પોતાની કુળદેવીનું ખાસ કરીને પૂજન કરવું શાસ્ત્રમાં લખ્યું છે કે કુળ દેવીની અંદર જ બધી દેવીઓનો વાસ હોય છે અને જે આપણા કુળનું, આપણા પરિવારનું રક્ષણ કરે છે ઘરમાં સુખ,આનંદ અને માન,સમ્માન,પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે માટે નવરાત્રી દરમ્યાન પોતાની કુળ દેવીનો શક્ય હોય તો અખંડ દીવો રાખવો અને શક્ય ન હોય તો રોજ દીવો કરવો માતાજીને લાલ અને પીળા પુષ્પોથી પૂજન કરી દૂધમાંથી બનાવેલ કોઈ પણ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ.
ગુપ્ત નવરાત્રી દરમ્યાન દસ મહાવિદ્યાઓની ઉપાસના નું વિશેષ મહત્વ છે. ખાસ કરીને પ્રત્યેક જાતકોએ ‘રીમ ચંડિકાયે નમ:’ આ મંત્રના જાપ કરવા લાભકારી રહે છે તેમ જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું છે.
ગુપ્ત નવરાત્રીમાં બાર રાશિના જાતકોને કરવા લાયક ઉપાયો
મેષ રાશિ – રીમ કમલેશ્વર્યે નમ:આ મંત્ર ની એક માળા કરવી.
વૃષભ રાશિ – રીમ વૃષભ વાહિંન્યે નમ: મંત્રની એક માળા કરવી.
મિથુન રાશિ – રીમ ચંડીકાયે નમ: ની એક માળા કરવી.
કર્ક રાશિ- રીમ ચંદ્રઘંટાય નમ: ની એક માળા કરવી.
સિંહ રાશિ – રીમ સિંહ વહિંન્યે નમ: ની એક માળા કરવી.
કન્યા રાશિ – રીમ મહાકાલિકાયે નમ: મંત્ર ની એક માળા કરવી.
તુલા રાશિ – રીમ કુષ્માંડાયે નમ: મંત્ર ની એક માળા કરવી.
વૃશ્ચિક રાશિ – રીમ પદમાવત્યે નમ: મંત્રની એક માળા કરવી.
ધન રાશિ – રીમ અંબિકાય નમ: મંત્ર ની એક માળા કરવી.
મકર રાશિ – રીમ મહાગૌરીયૈ નમ: મંત્ર ની એક માળા કરવી.
કુંભ રાશિ – રીમ શ્રીમ કલીમ આ મંત્રની એક માળા કરવી.
મીન રાશિ – રીમ માતંગયે નમ: આ મંત્ર ની એક માળા કરવી.
માળા કરતી વખતે પોતાની કુળ દેવી સમક્ષ દીવો કરવો લાભકારી રહે.
