આરોપી છેલ્લા 14 મહિનાથી પોલીસ ધરપકડ ટાળવા ભાગતો ફરતો હતો
*વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા.30
હોલી ડે પેકેજમાં ફરવા લઇ જવાનું નક્કી કરી નિયત કરેલા સ્થળોએ ન લઇ જઇને ગ્રાહકો પાસેથી રૂ 3,01,500 જેવી માતબર રકમ ની છેતરપિંડી કરવાના ગુનામાં છેલ્લા 14મહિના ઉપરાતથી થી ભાગતા ફરતા ઠગને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્ક પ્રિવેરા હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ડાયરેકટર તથા મેનેજર દ્વારા વર્ષ 2024 માં ભારત બહાર પાંચ વર્ષના હોલી ડે પેકેજમાં ફરવા લઇ જવા માટે ફરિયાદી પાસેથી વિશ્વાસ કેળવીને રૂ.1,25,000 મેળવી લઇ ગ્રાહકને ફક્ત એક વખત જયપુર ખાતે ઓગસ્ટ મહિનામાં લઇ જઇ બાદમાં ટુરિસ્ટ પેકેજમાં જણાવ્યા મુજબ અન્ય નિયત કરેલા સ્થળોએ ફરવા માટે નહીં લઇ જઇને ફરિયાદી ગ્રાહકના નાણાં પરત ન કરી તથા અન્ય બીજા ત્રણ ગ્રાહકો પાસેથી પણ ફરવા જવા માટેના નાણાં કુલ રૂ 3,01,500 ની માતબર રકમ મેળવી વિશ્વાસઘાત કર્યો હોવાની શશાંક જગદીશભાઇ શર્મા રહે.ડીસા જી.બનાસકાઠા વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોધાઇ હતી. જેમાં તે પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા 14 મહિના ઉપરાંતથી ભાગતો ફરતો હતો. તેને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જ્યોતિ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો હોય ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.