
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરમા 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા હોમગાર્ડના તમામ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. આ ઉપરાંત હોમગાર્ડના જવાનો દ્વારા પોતાના માનદવેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં આજે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજના આ દિવસે હોમગાર્ડના જવાનોએ એકત્ર થઈને પોતાના માનદવેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. હોમગાર્ડના જવાનોએ વડાપ્રધાન મુખ્યમંત્રી ગૃહ મંત્રીને અપીલ કરી હતી કે, વહેલામાં વહેલી તકે તેમનું માનદ વેતન વધારવામાં આવે, હોમગાર્ડના જવાનો રાત દિવસ કડકડતી ઠંડી હોય, ગરમી હોય,કોરોના હોય ગમે તેવી આપદા આવી પડી હોય આવા સમયે ટાણે પોલીસ સાથે ખભે ખભા મિલાવીને પોતાની ફરજ બજાવે છે અને લોકો પણ કામગીરીની પ્રશંસા કરે છે. તો સરકારને હોમગાર્ડ જવાનોનું ભથ્થું વધારવા માટે મહેરબાની કરશો. માત્ર ગુજરાત રાજ્યમાં જ હોમગાર્ડના જવાનોનું ઓછું છે. જ્યારે કે અન્ય રાજ્યોમાં યુપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં હોમગાર્ડ ના જવાનોને 25 થી 30 હજાર પગાર આપવામાં આવે છે હાલમાં રાજ્યના જવાનોને 454 રૂપિયા જેટલું ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જેને દુઃખની બાબત ગણાવી હતી.