Vadodara

હેરિટેજ ઇમારત બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે પ્લેકાર્ડ્સ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી

શહેરના માંડવી ચાર દરવાજા ની હેરિટેજ ઇમારતના કાંગરા ખરવા મુદ્દે ખુલ્લા પગે રહેવાની માનતા રાખનાર વિઠ્ઠલ નાથજી મંદિરના સમર્થનમાં તથા હેરિટેજ ઇમારત બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી ચાર દરવાજા ખાતે પ્લેકાર્ડ્સ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી

શહેરમાં છેલ્લા અઠ્ઠાવીસ વર્ષો થી ભારતીય જનતા પાર્ટીનું એકહથ્થુ શાસન છે અહીં દર તહેવારો પર પ્રશાસન દ્વારા શહેરની હેરિટેજ ઇમારતો પર રોશની,લાઇટીગ કરવામાં તો આવે છે પરંતુ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને નિભાવણી મુદ્દે તંત્ર ગંભીર નથી જેના કારણે આજે લહેરીપુરા દરવાજો હોય કે પછી તાબેરકરવાડાની ઐતિહાસિક ઇમારત હોય તેની અવદશા જોવા મળી રહી છે ત્યારબાદ હવે માંડવી ચાર દરવાજા ની ઐતિહાસિક ગાયકવાડી શાસન સમયની ઇમારતના પિલ્લરના કાંગરા અચાનક ખરવા લાગ્યા છે અગાઉ જ્યારે તિરાડો પડી ત્યારથી વિઠ્ઠલ નાથજી મંદિરના મહારાજે રજૂઆતો કરી હતી પરંતુ ત્યારબાદ ગત માર્ચમાં થોડા પોપડા ઉખડી ગયા ત્યારે પાલિકા તંત્ર દ્વારા માત્ર ટેકા ગોઠવી સંતોષ માન્યો હતો ત્યારે હવે પિલર નો મોટો ભાગ ધરાશાયી થયો છે અને વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજીએ જ્યાં સુધી રિસ્ટોરેશનની કામગીરી નહીં થાય ત્યાં સુધી કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં ચપ્પલ વિના ખુલ્લા પગે દરરોજ દર્શન કરવા અને પગરખાં નહીં પહેરવાના પ્રણ લીધા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પ્લેકાર્ડ્સ સાથે હેરિટેજ ઇમારત બચાવવા માંડવી ચાર દરવાજા પહોંચ્યા હતા જ્યાં કેટલાક ભાજપના સભ્યો દ્વારા અપશબ્દો બોલી વોટબેંકની રાજનીતિ ગણાવતા ચકમક ઝરી હતી સાથે જ પોલીસ દ્વારા અહીં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાજવી પરિવારે પણ વડોદરા પાછું આપો તેવી ટકોર કરવી પડી છે છતાં તંત્ર દ્વારા હેરિટેજ ઇમારતો ની જાળવણી કરવામાં આવી નથી ફક્ત વિકાસના નામે ફ્લાયઓવર બ્રિજ, અન્ય ખર્ચાઓ કરવામાં આવે છે જેના કારણે ગાયકવાડી શાસન સમયની ઐતિહાસિક ધરોહર સમી ઇમારતો અને જૂની ઓળખ ધીમે ધીમે લુપ્ત થવા બેઠી છે.

Most Popular

To Top