Vadodara

હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવનાર બે નાગરિકોને રૂ. 1 લાખની સહાય ચૂકવાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હૃદયની શસ્ત્રક્રિયા અથવા સારવાર કરાવનાર નાગરિકોને આર્થિક સહાય આપવા માટેની નીતિ મુજબ બે દર્દીઓને સહાય આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકાઈ છે. ઠરાવ ક્રમાંક 247 તા. 5-8-2006 અનુસાર અને સામાન્ય સભાના ઠરાવ ક્રમાંક 154 તા. 7-11-2006 મુજબ, વડોદરા શહેરના નાગરિકોને ઓરીજીનલ બિલ અને જરૂરી દસ્તાવેજ રજૂ કર્યે રૂ. 50,000 સુધી સહાય આપવામાં આવે છે. તાજેતરમાં બે નાગરિકોએ હૃદયરોગની શસ્ત્રક્રિયા બાદ સહાય માટે અરજી કરી હતી. મેયરે બંનેને સહાય આપવા ભલામણ કરી છે. વિગત મુજબ, મુકુંદ ભાલચંદ્ર સુરતકર રહે. 58, બીજો માળ-202, પ્રેમાનંદ ફ્લેટ, સુભાનપુરા, વડોદરા રૂ. 50 હજાર અને ચંપાબેન બળવંતભાઈ વસાવા રહે. 5, જય જલારામ સોસાયટી, ડભોઇ દશાલાડ ભવન પાછળ, આજવા-વાધોડીયા રીંગ રોડ, વડોદરા રૂ. 50 હજાર. આ રીતે કુલ રૂ. એક લાખ રૂપિયા એકાઉન્ટ-પે ચેકથી ચુકવાશે. રકમનો ખર્ચ 2025-26ના બજેટ હેડમાંથી કરવામાં આવશે. આ હેતુ માટે બજેટમાં રૂ. 25 લાખની જોગવાઈ છે. સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાઈ છે.

Most Popular

To Top