ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) રાયસણમાં ગુડા દ્વારા બનાવવામા આવેલા મકાનમાં આજે હીટરની (Heater) મદદ વડે ગરમ પાણી કરવા જતાં તેમાં ધડાકા સાથે આગ (Fire) ફાટી નીકળી હતી. આ આગમાં આખા ઘરની તમામ ચીજવસ્તુઓ ભળીને ખાખ થઈ ગઈ હતી. આ આગમાં સમગ્ર ઘર વખરી તથા ડ્રેસ મટિરિયલ બળી ગયું હતું.પોલીસ સૂત્રોએ કહયું હતું કે રાયસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ વસાહતનમાં સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થવાની સાથે આગની ઘટના ઘટી હતી. હીટરથી પાણી ગરમ કર્યા પછી અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેથી સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આ ઘટનામાં સ્માર્ટ ટીવી, ડ્રેસ મટિરીિયલ્સ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો
આખા ઘરની તમામ ચીજવસ્તુઓ ભળીને ખાખ થઈ ગઈ
ગાંધીનગરમાં બ્લોક નંબર બી-003 માં રહેતા સંગીતાબેન જાદવ પતિ અને 17 વર્ષના દીકરા પ્રિન્સ સાથે રહે છે. સવારે પ્રિન્સ દ્વારા પાણી ગરમ કરવા હીટર ચાલુ કરાયું હતું. તે દરમ્યાન શોર્ટ સર્કિટ થવાના કારણે ઘરના ટીવીમાં આગ લાગી હતી. તે પછી ડ્રેસ મટિરિયલ પણ સળગી ઉઠયું હતું. ગિઝરમાં ભયાનક બ્લાસ્ટનો અવાજ આવતા પ્રિન્સ બાથરૂમમાંથી નીકળીને બહાર દોડી ગયો હતો. ધડાકો સાંભળતા સાથે પાડોશીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.
સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થતા આગ લાગી
આ દરમિયાન અચાનક જ ઘરના રૂમમાં લગાવેલા સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ઘરમાંથી ભયાનક બ્લાસ્ટનો અવાજ આવતા પ્રિન્સ બાથરૂમમાંથી નીકળીને બહાર દોડી ગયો હતો. જો કે, જોતજોતામાં આગની જ્વાળામાં સ્માર્ટ ટીવી, ટીપોઈ તેમજ ડ્રેસ મટિરિયલ્સ ભડભડ સળગવા માંડ્યાંં હતાં.
કોઈ જાનહાનિ થઈ ન હતી
બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના વસાહતીઓ પણ ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આ અંગે જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર કે જે ગઢવી સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૂરી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પણ ઘરનો અમુક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં વોટર હીટરથી પાણી ગરમ કર્યા પછી શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.