Vadodara

હિસ્ટ્રીસીટરોને નવાપુરા પોલીસ સ્ટેશનમાં લાવી સુધરી જવા વોર્નિંગ અપાઈ

વડોદરા શહેરના નવાપુરા પોલીસે ગુરુવારે ગુનાઇત ઇતિહાસ ધરાવતા તથા હિસ્ટ્રીસીટરોને પોલીસ સ્ટેશનમાં લાવી વોર્નિંગ આપવામાં આવી હતી.


રાજ્ય સરકારના ગૃહ વિભાગ તથા ડીજીપીની સૂચના મુજબ સો કલાકમાં આવા તત્વોને ડિટેઇન કરી તેઓની પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચના અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર ની સૂચના મુજબ ગુરુવારે નવાપુરા પોલીસે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા તથા હિસ્ટ્રીસીટરોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં લાવી તેઓને કડક સૂચના આપવામાં આવી હતી અને હવે પછીથી કોઇપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. સાથે જ વિસ્તારમાં ગુનેગારો ની બેનામી સંપત્તિ તેના આવકના સ્ત્રોત તથા ગતિવિધિઓ અંગેની માહિતી મેળવવામાં આવી હતી સાથે જ ગેરકાયદેસર સંપત્તિ, પ્રવૃત્તિઓ અંગેની યાદી તૈયાર કરવામાં આવી છે.
બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક શરાબના ધંધા ધમધમી રહ્યા છે તેવા બુટલેગરોને પોલીસે બોલાવ્યા નથી ત્યારે નવાપુરા પોલીસ બુટલેગરોને શા માટે છાવરી રહી છે.અહી કોઇ દારુની માહિતી પોલીસને આપે છે ત્યારે નવાપુરા પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ જ બુટલેગરોને માહિતી આપી ચેતવી દેતા હોય છે તથા ફરિયાદ કે જાણકારી આપનારની વિગતો માથાભારે બુટલેગરોને આપી દેતા હોય છે ત્યારે સરકારની સૂચના હોવા છતાં નવાપુરા પોલીસે બુટલેગરોને શા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા નથી કે સૂચના આપી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.હાલમા પણ નવાપુરા પોલીસ સ્ટેશનમાં દારુના અડ્ડા ધમધમી રહ્યા છે

Most Popular

To Top