આજે મહારાણા પ્રતાપ ની જન્મજયંતિ નિમિત્તે મહારાના પ્રતાપ સ્મારક સમિતિ અને ક્ષત્રિય સમાજ દ્વારા કમાટીબાગ થી ફતેગંજ મહારાણ પ્રતાપ સર્કલ સુધી રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા.મહારાણા પ્રતાપની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ રેલીમાં હિન્દુ સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસકને ટક્કર આપી હતી.
મહારાણા પ્રતાપની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. મહારાણા પ્રતાપએ તેમની મા પાસેથી યુદ્ધ કૌશલની શિક્ષા ગ્રહણ કરી હતી. મહારાણા પ્રતાપએ હલ્દીઘાટીના યુદ્દમાં અકબરને પૂર્ણ ટ્ક્કર આપી હતી. જ્યારે મહારાણા પ્રતાપની પાસે માત્ર 20 હજાર સૈનિક હતા અને અકબરની પાસે આશરે 85 હજાર સૈનિકોની સેના હતી. તે છતાં આ યુદ્ધને અકબર જીતી શક્યો નહોતો આ યુદ્ધ પછી મોગલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા પર કબ્જો મેળવી લીધો હતો. મોટા ભાગના રાજપૂત રાજાઓ મુઘલોની શરણાગતિ સ્વીકારી ચુક્યા હતા, પરંતુ પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી ન હતી.
અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું એમની ગેરહાજરીમાં ત્યારે પણ તેઓ શરણાગત થવાને બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું.
મહારાણા પ્રતાપના ભાલાનુ વજન 81 કિલો અને છાતીના કવચનુ વજન 72 કિલો હતુ
મહારાણા પ્રતાપ ક્યારે પણ મુગ્લોના સામે નમ્યા નથી. દરેક વાર તેમણે મુગલોને કરારો જવાબ આપ્યો. મહારાણા પ્રતાપનો સૌથી પ્રિય ઘોડાનુ નામ ચેતક હતું. તે ઘોડો પણ બહાદુર હતો.