Vadodara

હિન્દુ સંગઠનોની ઐસીતૈસી, પેલેસના ગરબામાં મુસ્લિમોને પાસ અપાયા

લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા પરધર્મીને ગરબાનો સીઝન પાસ આપતા હિન્દુ સંગઠનો અને સંતોએ હિન્દુ યુવતીઓની સલામતી માટે ચિંતા દર્શાવી

લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક મહારાણીએ એટલે જ વિધર્મીઓના પ્રવેશ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું, આ ધંધાદારી ગરબા જ માત્ર છે હેરિટેજ કે ધાર્મિક, હિન્દુ સંસ્કૃતિ સાથે તેમને કોઈ લેવાદેવા નથી

*એક તરફ હિન્દુ સંગઠનો નવરાત્રિ ગરબામાં તિલક વિના તેમજ વિધર્મીઓને પ્રવેશ ન આપવા અપીલ કરે છે બીજી તરફ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા આયોજકોએ પરધર્મીને સિઝન પાસ આપ્યો*



(પ્રતિનિધિ) વડોદરા તા.20

ગત સોમવારે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક એવા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા ગરબામાં પરધર્મીના પ્રવેશ મુદ્દે “નો કોમેંટ્સ બાદ હવે ગરબાનો સિઝન પાસ પરધર્મીને અપાતા શહેરના સનાતન સંત સમાજ, હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હિન્દુ આગેવાનોએ ગરબામાં હિન્દુ યુવતીઓની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી લવ જેહાદને પ્રોત્સાહન મળવાની આશંકા વ્યક્ત કરી છે.

આગામી તા.22 સપ્ટેમ્બર થી શરૂ થતા શારદીય આસો નવરાત્રી પર્વને આડે હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે આસો સુદ નવરાત્રિના ગરબાને લઇને સંસ્કારી નગરી વડોદરામાં તાડામાર તૈયારીઓ નાના મોટા ગરબા આયોજકો દ્વારા કરી લેવામાં આવી છે. ગરબા આયોજકો દ્વારા ઓનલાઇન ઓફલાઇન ગરબા પાસના વિતરણ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ શહેરમાં લવ જેહાદ, બળાત્કાર,છેડતી જેવી ઘટનાઓ ન બને તેના માટે પોલીસ, મહિલા પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાઓમાં પરધર્મીઓને પ્રવેશ ન આપવા મુદ્દે સંત સમાજ અને સનાતન ધર્મ રક્ષા સંગઠનો દ્વારા પણ તમામ ગરબા આયોજકો ને અપીલ કરવામાં આવી રહી છે છે કે ગરબામાં ફક્ત તિલક સાથે હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે ત્યારે ગત તા.15 સપ્ટેમ્બર ને સોમવારે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વિધર્મીઓને પ્રવેશ ન આપવા તથા તિલક સાથે જ પ્રવેશ મુદ્દે પોતાને પૂછવામાં આવેલા પ્રશ્નના અનુસંધાનમાં જાહેરમાં ‘નો કોમેન્ટ્સ’ કહેતાં સનાતન સંગઠનો,સંત સમાજ તરફથી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી અને આ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા નહીં પરંતુ ધંધાદારી ગરબા હોય લોકોને ગરબાનો બોયકોટ કરવા સહિતની અપીલ કરવામાં આવી છે.ત્યારે હવે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકોએ જાણે હિન્દુ સનાતન સંસ્કૃતિ,સંત સમાજ અને હિન્દુ સંગઠનોની અપીલને અવગણીને એક શાહબુદ્દીન શેખ નામના પરધર્મી કે જે શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા નૂરપાર્કમા રહે છે તેને ગરબાનો સીઝન પાસ આપતા ચારેતરફથી હિન્દુ સંગઠનો અને સનાતન સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુ સંગઠનોનું કહેવું છે કે એક રીતે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પરોક્ષ રીતે સાબિત કરી દીધું છે કે,આ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા એ હેરિટેજ ગરબા નથી પરંતુ ધંધાદારી ગરબા છે, તેઓની ભવિષ્યની રાજકીય મહત્વકાંક્ષા માટેના ગરબા છે, તેમને હિન્દુ સંસ્કૃતિ, માતાજીની પવિત્રતા સાથે જાણે કોઈ લેવાદેવા નથી તેવું જણાય છે.ત્યારે પરધર્મીને ગરબાનો સીઝન પાસ આપવાના મામલે હિન્દુ સનાતન સંત સમાજ, હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ તો ફક્ત એક નામ આવ્યું છે, પરંતુ સો જેટલા પરધર્મીઓએ પાસ લીધાની જાણકારી છે, હિન્દુઓ આ ગરબાનો બહિષ્કાર કરે

હિન્દુ સનાતન ધર્મમાં નવરાત્રિ એટલે માં નવદુર્ગાના નવ સ્વરૂપો,શક્તિની આરાધના, ઉપાસનાનું પર્વ છે. એક તરફ જ્યારે પરધર્મીઓના ધર્મમાં ગરબા ફરવા કે રમવા કાફિર પ્રવૃત્તિ ગણાય છે તો પછી એ લોકો કેવી રીતે માં ની પવિત્ર ભક્તિ સાથે ગરબા રમવાના છે? એ લોકોનો ગરબામાં ઉદ્દેશ શું છે?આ હેરિટેજ ગરબા નથી પરંતુ કોમર્શિયલ ગરબા છે. આ તો ફક્ત એક નામ ઓફિશિયલ સામે આવ્યું છે કે પરધર્મીને ગરબાનો સીઝન પાસ આપવામાં આવ્યો છે પરંતુ અમને એવી માહિતી મળી છે કે સો ની આસપાસ ગરબાના પાસ પરધર્મીને આપવામાં આવ્યા છે. મહારાણીએ એટલે જ તિલક સાથે ગરબામાં પ્રવેશ આપવા તથા પરધર્મીઓને પ્રવેશ ન આપવા મુદ્દે “નો કોમેંટ્સ” શબ્દ બોલ્યા હતા. અમે સનાતન સંત સમાજ શહેરના હિન્દુ વર્ગ, યુવાવર્ગને લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા નો બહિષ્કાર કરવા માટે અપીલ કરીએ છીએ.

ડો.જ્યોતિર્નાથજી,અધ્યક્ષ-રાષ્ટ્રીય સનાતન સંત સમીતી*

આપણા વડોદરાના મહારાણીને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી આ હેરિટેજ ગરબા માત્ર કોમર્શિયલ ગરબા જ છે*

વડોદરાના મહારાણીએ જ્યારે અગાઉ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા માં પરધર્મીઓને પ્રવેશ આપવાના મુદ્દે જાહેરમાં જ “નો કોમેન્ટ્સ” કહ્યું હતું અને તે આટલા માટે જ કહ્યું હતું કારણ કે, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા કરતાં આ કોમર્શિયલ ગરબા છે. મહારાણીની પોતાની વ્યક્તિગત માલિકીની જમીન પર યોજવામાં આવે છે અને ગરબા થકી વિદેશીઓને આકર્ષવા અને બીજી શક્યતા એ પણ છે કે ભવિષ્યની રાજકીય મહત્વકાંક્ષા. જો કે અગાઉ તેઓના રાજકારણમાં પ્રવેશ થઇ ગયો હોત પરંતુ મહારાજા ઇચ્છતા ન હોવાથી આ મહત્વકાંક્ષા અધૂરી રહી ગઈ છે. ગત વર્ષે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં ત્રણથી ચાર લોકો જેઓ બોગસ રીતે અંદર પ્રવેશ્યા હતા જેઓને અમે બહાર કાઢ્યા હતા. અહીં નશેડીઓ અને પરધર્મીઓ ઘૂસી આવે છે પરંતુ હિન્દુ દીકરીઓ ઇજ્જત,બદનામીના ના ડરથી ફરિયાદ કરવા આગળ આવ્યા નથી. લોકોએ જાતે જ ગરબાનો બોયકોટ કરવો જોઈએ.

*મહેન્દ્રસિંહ રાઠોડ, રાષ્ટ્રીય પ્રવક્તા,કરણી સેના અને સામાજિક આગેવાન*


*લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો રૂપિયાના લોભમાં હિન્દુ સંસ્કૃતિને ગિરવે મૂકી બેઠા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ*


લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા જે રીતે પરધર્મી લોકો કે જેઓ મૂર્તિપૂજામા માનતા નથી તેઓને રૂપિયા કમાવવાના લોભ લાલચે પ્રવેશ આપી એક રીતે પોતાની હિન્દુ સંસ્કૃતિ ને ગિરવે મૂકી રહ્યા છે. જો પરધર્મીઓને હિન્દુ દેવીદેવતાઓ પ્રત્યે ખરેખર આસ્થા છે તો તેઓ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે, પોતાની બહેન, માં અને ઘરની મહિલાઓ સાથે આવે. પરંતુ પરધર્મીઓ એક સ્પેશિયલ એજન્ડા સાથે ગરબામાં આવવા માંગે છે. જેનો ઉદ્દેશ હિન્દુ બહેન દીકરીઓને ફોસલાવી, લવજેહાદ જેવી પ્રવૃત્તિઓ કરવા આ એક ષડયંત્રના ભાગરૂપે જ પરધર્મીઓ ગરબામાં પ્રવેશ માટે પાસ મેળવી રહ્યા છે. ખરેખર લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકોએ આબાબતને સમજવી પડશે.ગરબાની ગરિમાને સમજવી પડશે કારણ કે, નવરાત્રી એ માતાજીની આરાધના, ઉપાસના પવિત્રતા, બ્રહ્મચર્ય સાથેનું પર્વ છે. વિધર્મીઓ દ્વારા જે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેનો વિશ્વ હિન્દુ પરિષદ સખત વિરોધ કરે છે અને જો કોઇપણ પ્રકારની ઘટના બનશે તેને સાંખી લેવામાં નહીં આવે. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકોને જવાબ આપવો પડશે.

*વિષ્ણુ પ્રજાપતિ -મહામંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા શહેર*

Most Popular

To Top