Vadodara

હિન્દુ યુવકની હત્યા મામલે વડોદરાના નેતાઓના ધરણાં પ્રદર્શનની લાશ પર રાજનીતિ કરતા હોવાના જૈન મુનિના આકરા પ્રહારો…

વડોદરામાં પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા સાથે જ ગુજરાતમાં દિનપ્રતિદિન વધતા ગુનાઓ સામે ગુજરાતની સુરક્ષા પર પણ ઉઠાવ્યા સવાલો..

જ્યારે શહેરમાં પૂર આવ્યું અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા ત્યારે ધરણાં પર કેમ ન બેઠાં?

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

વડોદરા શહેરમાં ગત રવિવારે જુગારના નાણાંની લેતીદેતી બાબતે તથા નાગરવાડા વિસ્તારમાં દલિતોના મકાનો પડાવી લેવા માટે સ્થાનિકોમાં ધાક ઉભી કરવાના ઇરાદે હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે થયેલી અથડામણમાં રાત્રે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ જનારા અને તે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં વહેલી તકે સારવાર મળે તે માટે સેવા કરનાર પૂર્વ નગરસેવક રમેશચંદ્ર પરમાર ઉર્ફે રાજાભાઇ પરમારના એકના એક પુત્ર તપન પરમારની વિધર્મી માથાભારે તત્વો દ્વારા પોલીસ કર્મીઓ સામે જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.આ બનાવને પગલે શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને ધરણાં પર બેઠા હતા ત્યારે આ સમગ્ર મામલે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેમણે વડોદરાના નેતાઓએ મૃતકની લાશ પર રાજનીતિ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા સાથે જ તેમણે વાયરલ વિડિયોમા જણાવ્યું હતું કે,શહેરનો એક નેતા તો પોલીસ અધિકારી ડીસીપીને થપ્પડ મારવાની વાત કરી હતી પરંતુ પોતાની સરકારના શાસનમાં વડોદરામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હત્યા, બળાત્કાર, ચોરી લૂંટફાટ,શરાબ જેવા ગુનાઓમાં વધારો થયો છે જે હવે અંકુશ બહાર થઇ ગયો ત્યાં સુધી તમે ચૂપ બેસી રહ્યા? શહેરમાં પોલીસની નજર સામે એક પૂર્વ નગરસેવક ના પુત્રની હત્યા થઇ જાય છતાં પ્રધાનમંત્રી કે ગૃહમંત્રીની કોઈ પ્રતિક્રિયા ન આવે તે આશ્ચર્યજનક છે.સ્થાનિક નેતાઓ પોલીસ સમક્ષ ગુનેગારોના એન્કાઉન્ટર માટે જાણે ભીખ માંગતા હોય તે રીતે રજૂઆત કરવી પડે છે? વધુમાં તેમણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં પોલીસ પ્રશાસન તદ્દન નિષ્ક્રિય બની ગયું છે અને નિષ્ફળ રહ્યું છે.મોદીજીના ગુજરાત છોડી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં કોઇપણ બળાત્કારી, હત્યાના આરોપીના એન્કાઉન્ટર થયા છે ખરા? તમારી પાસે રાજસત્તા હોવા છતાં તમે લાશ પર કંઈ ન કરી શકતા હોવ, નૌટંકી કરતા હોય તો સંતા છોડી દેવી જોઈએ.”એક દિવસ હું અથવાતો મારો ચેલો જે દિવસે સત્તામાં આવીશું ત્યારે તમને બતાવીશું કે સતા કેવી રીતે ચલાવાય અને કેવી રીતે જેહાદી માનસિકતા ધરાવતા લોકો પર અંકુશ લગાવી શકાય.જ્યારે કોઈ સંત આવી ટિપ્પણી કરે ત્યારે આ લોકો ધમકાવવા નિકળી પડે છે પરંતુ યાદ રાખજો કે તમે મારું કશું જ બગાડી શકવાના નથી” પોલીસની સામે જ જેહાદી માનસિકતા ધરાવતા તત્વો એક યુવકની સરેઆમ હત્યા કરી નાંખે છે શું તમારામાં તાકાત નથી કે આવા લોકોનું એન્કાઉન્ટર કરે?પૂર દરમિયાન પંદર લોકોનાં મોત થયા ત્યારે ભાજપના નેતાઓ કેમ ધરણાં પર ન બેઠાં? તેવા પ્રહારો કરતો વિડીયો વાયરલ થતાં રાજકીય તથા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Most Popular

To Top