અંદાજે ચાલીસ હજારથી વધુ ઉતર ભારતીય લોકો દ્વારા સૂર્ય પૂજા કરવામાં આવી…
ઉત્તર ભારતીય લોકોમાં દિવાળીના કારતક સુદ છઠ્ઠ એટલે છઠ્ઠ મહાપૂજાનું ખૂબ મહત્વ રહેલું છે.ઉતર ભારતીય સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે છઠ્ઠ પૂજન કરવામાં આવે છે જેનો ઉદ્દેશ પતિના તથા પરિવારનાં સભ્યોના દીર્ઘાયુ, આરોગ્ય સુખાકારી,સુખ શાંતિ અને સમૃદ્ધિ માટેનો હોય છે જેમાં દિવાળીના એટલે કે કારતક સુદ ચોથ થી ચાર દિવસના ઉપવાસ કરવામાં આવે છે અને કારતક સુદ છઠ્ઠ ના ત્રીજા દિવસે સાંજે આથમતા સૂર્યને અર્ક આપી પૂજન કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારે ઉગતા સૂર્યને પાણીમાં ઉભા રહી સૌભાગ્યવતી બહેનો સૂર્યની પૂજા કરે છે ત્યારે હિન્દી વિકાસ મંચ, વડોદરા દ્વારા પચ્ચીસ વર્ષથી મહિસાગર નદી તટે છઠ્ઠ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ચાલીસ હજાર થી વધુ ઉતર ભારતીય લોકોએ દ્વારા છઠ્ઠ મહાપૂજા માં ભાગ લીધો હતો.હિન્દી વિકાસ મંચના પ્રમુખ ઉદવ ભગત તથા મંત્રી જીતેન્દ્ર રાય દ્વારા અહીં પાંચસો જેટલા કુંડ તૈયાર કરાવવામાં આવ્યા હતા સાથે જ ચાર દિવસ સુધી અહીં રાત્રે અને દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભજન કિર્તન અને વ્યવસ્થામાં જોડાયેલા લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.અહી છઠ્ઠ મહાપૂજાના ત્રીજા દિવસે ગુરુવારે સાંજે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ,પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને છઠ્ઠ પૂજામાં ભાગ લેનાર તમામને શુભકામનાઓ પાઠવી હતી.